વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાંસળી વગાડે...

 

વાંસળી વગાડે કાનો મીઠી ને મધુરી,
બાલુડાં દોડી દોડી આવે રાજ..... વાંસળી.

વાંસળી વગાડે કાનો મીઠી ને મધુરી,
ગોવાળીયા દોડી દોડી આવે રાજ..... વાંસળી.

વાંસળી વગાડે કાનો મીઠી ને મધુરી,
વૃજમાં રચાવે રૂડો રાસ રાજ..... વાંસળી.

વાંસળી વગાડે કાનો મીઠી ને મધુરી,
માખણ ચોરી ચોરી ખાય રાજ..... વાંસળી.

વાંસળી વગાડે કાનો મીઠી ને મધુરી,
લીલા કરે અપરંપાર રાજ..... વાંસળી.

વાંસળી વગાડે કાનો મીઠી ને મધુરી,
યશોદાનો લાડલો રૂપાળો રાજ..... વાંસળી.

વાંસળી વગાડે કાનો મીઠી ને મધુરી,
હીરની દોરીએ પારણીયે ઝૂલે રાજ..... વાંસળી.

વાંસળી વગાડે કાનો મીઠી ને મધુરી,
ગોવાળ બનીને ધેનુ ચારે રાજ..... વાંસળી.

વાંસળી વગાડે કાનો મીઠી ને મધુરી,
છેલ છબીલો છોગાળો લાલ રાજ..... વાંસળી.

વાંસળી વગાડે કાનો મીઠી ને મધુરી,
રાધાજી દોડી દોડી આવે રાજ..... વાંસળી.

વાંસળી વગાડે કાનો મીઠી ને મધુરી,
બાળ બનીને કાળીનાગ નાથે રાજ..... વાંસળી.

વાંસળી વગાડે કાનો મીઠી ને મધુરી,
માથે એને મોરપીંછ સોહે રાજ..... વાંસળી.


- તા. ૩૦/૦૮/૨૦૨૧ / જન્માષ્ટમી

- પરથીભાઈ ચૌધરી,"રાજ"

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ