વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઠંડી

ઠંડી


ઠંડી તને આટલી બધી રીસ શેની,
કંઈક માપ તો રાખ બાપલિયા.

રજાઈ અને ગોદડાંમાં પણ એટલી ટાઢ,
કંઈક માપ તો રાખ બાપલિયા.

નહાવામાં પણ આજકાલ રજા રાખવી પડે,
કંઈક માપ તો રાખ બાપલિયા.

માટલાનું પાણી પણ ગરમ કરીને પીવું પડે,
કંઈક માપ તો રાખ બાપલિયા.

ચોવીસ કલાક સ્વેટર,મોજા ને ટોપી પહેરવી પડે,
કંઈક માપ તો રાખ બાપલિયા.

હીટર વિના ના ચાલે ભાઈ ભાઈ,
કંઈક માપ તો રાખ બાપલિયા.

તાંપણુ કરી કરી થાક્યા ભાઈ ભાઈ,
કંઈક માપ તો રાખ બાપલિયા.

મીનુ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ