વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કર્મો નું ફળ

કર્મો નું  ફળ


કરી કર્મ ખોટા ક્યાં સુધી  ફરશો?

એક દિવસ તો  કુદરતનું દેવું તમે ભરશો,


કરી ને અત્યાચાર, જેણે અભિમાન છે કર્યું,

આપી સજા એને કુદરતે,પછી પસ્તાવું પણ પડ્યું.


કર્યા સાચા ને હેરાન, તો બદદ્દુઆવો મળશે,

કરી લો પછી લાખ પ્રાર્થનાઓ, તો પણ ભગવાન ના મળશે.


છેતર્યા છે બધાને ,તો ભોગવવું તો પડશે,

આ કુદરત નું છે લેણું ,એને ચુકવવું તો પડશે.


રાખે છે બધી નોંધ, ઈશ્વર એમના ચોપડામાં,

ખોટા કર્મો નું ફળ, તો અહીં જ ભોગવવું પડશે.


પ્રાર્થનાઓ પણ ફળે છે અને બદદુઆવો પણ ફળે છે,

હોય જેવા જેના કર્મો ,અંતે એવુંજ એને અહીં મળે છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ