વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉડી રે પતંગ

                 "ઉડી રે પતંગ"


        ઉડી રે પતંગ મારી ઉડી રે પતંગ,

         ઉત્તરાયણ આવી ને મારી ઉડી રે પતંગ.

    

       ખુશ થાય છે બાળકો લાવી ફિરકી ને પતંગ,

       ઉત્તરાયણે લાવે સૌ નાનીમોટી રંગબેરંગી પતંગ.

    

   બાંધી કીનિયાર કરે સૌ તૈયારી ચગાવવાની પતંગ,

   સજજ થાય જાણે અવકાશી યુદ્ધ માટે લાવી પતંગ.


   આનંદ અને ઉત્સાહ જાણે સાથે લાવી આં પતંગ,

   સૌ કોઈ થાય ખુશ ને આનંદિત ચગાવી આં પતંગ.


  આભે ચોટાડ્યાં રંગીન ચાંદલા એવા દીસે ચગેલા પતંગ,

   નાનાં-મોટાં સૌ કોઈ મઝાં માણે કાપી- કપાવી પતંગ.


     ખાય તલસાંકળી,લાડું, ચિકકી  ચગાવતાં પતંગ,

    ઊંધિયું જલેબી ની લિજ્જત માણી ચગાવે પતંગ.


         કોઈ કાપીને બૂમો પાડે ચગાવતા પતંગ,

         કોઈ લૂંટીને લચ્છોવાળે પકડી ને પતંગ.


    પરિવાર અને મિત્રો સાથે સૌ ચગાવે પતંગ,

    ઉત્તરાયણ માં આનંદ માણે સૌ ચગાવી ને પતંગ.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ