વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તોય કહેવડાવુ હું માણસ

                    કહેવડાવુ હું માણસ"


માણસાઈ ભલે ન રહી હોય,તોય કહેડાવું હું માણસ.

પશુતાં નો તો કોઈ પાર નહી,તોય કહેડાવું હું માણસ.


જુલ્મ કરું ભલે પ્રાણીઓ પર,તોય કહેડાવું હું માણસ.

વર્તાવુ પક્ષીઓ પર બર્બરતા,તોય કહેડાવું હું માણસ.


કરું નિકંદન વૃક્ષો નું આડેધડ,તોય કહેડાવું હું માણસ.

કરું વૃક્ષારોપણ નાં દેખાડા ,તોય કહેડાવું હું માણસ.


જમીન-જળાશય નું નખ્ખોદવાળું,તોય કહેડાવું હું માણસ.

મનફાવે તેમ હવા પ્રદૂષિત કરતો,તોય કહેડાવું હું માણસ.


ઘોઘાટ કરી ગર્વ અનુભવતો ,તોય કહેડાવું હું માણસ.

વફાદારી માં સ્વાનથી પણ પાછળ,તોય કહેડાવું હું માણસ.


પર્યાવરણ ને રોજ નુકસાન કરતો,તોય કહેડાવું હું માણસ.

બધાં જીવોમાં સ્વછંદીએવો,તોય ગર્વથી કહેડાવું હું માણસ.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ