વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સેલ્ફી

સેલ્ફી લઈએ

*************

આજના જમાનામાં દરેક વ્યક્તિ પાસે મોબાઈલ તો હોય જ છે.આજની આધુનિક પેઢી હોય કે જૂના જમાનાની પેઢી હોય કે નાનું બાળક હોય એને સેલ્ફીનો  શોખ  હોય જ છે.કેવા પણ સંજોગો હોય પરિસ્થિતિ હોય વ્યક્તિ પોતાની સેલ્ફી તો લેજ છે.સેલ્ફીનો ઘેલા શોખ પાછળ વ્યક્તિ અવ નવા ચહેરા બનાવતી હોય છે.ઘણી બધી એપ્લિકેશન પોતાના ફોનમાં ડાઉનલોડ કરી નાખે છે અને સેલ્ફી લેતા હોય છે.સેલ્ફી લેતી વખતે બનાવવામાં આવતા અવ નવા ચહેરા, વિભિન્ન પ્રકારના તમે ચહેરા બનાવો છો.શું વાસ્તવિક જિંદગીમાં તમે આવા ચહેરાને સ્વીકારશો? કોઈપણ વ્યક્તિ આવા ચહેરાને ક્યારે પણ રાજી ખુશીથી, દિલથી ક્યારે સ્વીકારતી નથી તો પણ આપણે આપણી સેલ્ફી લેવા માટે આવા ચહેરા બનાવીને ફોટા પાડતા હોઈએ છીએ.એ પણ ખુશ થઈને.

        સેલ્ફી લેવી ખૂબ સારી વાત છે,ખુદથી પ્રેમ કરવો ખૂબ જ સારી વાત છે.અને કરવો પણ જોઈએ.એક સારી સેલ્ફી આવે એના માટે ઘણું બધું ફોનમાં સેટિંગ કરીએ છીએ,સેલ્ફી લેતી વખતે નવા ચહેરાની બનાવટ કરી હતી,વાંકાચૂકા ચહેરા બનાવીએ છે, ફોન ની એપ્લિકેશન માં આવેલા સિમ્બોલ ના ઉપયોગ કરીએ છીએ.અને ખૂબ ગાંડા ઘેલા  શોખ અને ખુશીથી પોતાની સેલ્ફીને બધી જગ્યાએ મૂકતા હોઈએ છીએ.દરેક પરિસ્થિતિ અનુસાર આપણે સેલ્ફી લેવાનું ચૂકતા  જ નથી.છેવટે એક સેલ્ફી તો લઈએ જ છે.કયારેક આવા શોખઅે કેટલા લોકોના જીવ પણ લીધેલા છે.કેમ કે સેલ્ફીના ગાંડા ઘેલા શોખ પાછળ આપણે કઈ જગ્યાએ ઊભા હોઈએ છીએ એનું ભાન પણ ભૂલી જઈએ છીએ અને અજાણતા ક્યારેક  મોતને આમંત્રણ આપી બેસીએ છે.આજ નાના બાળકના હાથમાં ફોન આવી જાય તો એ ગેમ રમશે કા તો પોતાની સેલ્ફી લેશે.એ પણ અવનવા ચહેરા બનાવીને પોતાના ફોટો પાડતો હોય છે અને ખૂબ રાજી થતો હોય છે.જીવન ની પરિસ્થિતિ પણ આવી જ હોય છે તમે દુનિયાની સામે અવ- નવા ચહેરા બનાવો છો તમારી ખુશીઓ ને જાહેર કરવા માટે,તમારી ખુશીઓ બતાવવા માટે.વ્યક્તિઓ સેલ્ફીનો સહારો લે છે.એક સારી સેલફી આવે એના એના માટે જો આપણે આટલું કરી શકતા હોય તો આપણું જીવન ખૂબ જ સારું જાય એના માટે આપણે કેટલા પ્રયત્નો કરવા જોઈએ.?આજનો માનવી દેખાદેખીમાં વધુ માને છે એટલે બીજાને સારું લગાડવા બીજાને બતાવવા માટે એ ઘણું બધું કરતો હોય છે,પણ પોતાને શું સારું લાગે છે પોતાને શેમાંથી ખુશીઓ મળશે એ સેટિંગ નું વિચારવાનો ભૂલતો જાય છે એટલે પરિણામ સ્વરૂપ છે જીવનની અમુક સેલ્ફીઓ સારી નથી આવતી.આપણે સેલ્ફી સારી આવે એ આપણા જ હાથમાં છે બીજા કોઈના હાથમાં નહીં તો જીવન પણ આવું જ છે આપણા જીવનની ખુશીઓ આપણા હાથમાં હશે.બીજાના હાથમાં નહીં.આપણે કઈ રીતે ખુશ થઈશું એ આપણે જાણતા હોઈએ છીએ.હંમેશા જિંદગીની સેલ્ફીને ખૂબસૂરત બનાવવા જિંદગીનો ખુશી રૂપે ફોન પોતાની પાસે રાખો.વિશ્વાસ રાખો જીવનની દરેક સેલ્ફી ખૂબસૂરત જ આવશે.સેલ્ફી એ તમારા મનનો ભાવ તમારી ખુશી જાહેર કરે છે.આજે આપણે દરેક પરિસ્થિતિમાં ખુશીથી સેલ્ફી લેતા હોઈએ છીએ.ક્યારેક ક્યારેક તો રડતા હતા પણ સેલ્ફી લઈએ છીએ.આવા આધુનિક પ્રયોગ આપણને પછી આપતા હોય છે.તમે ક્યારેક એવું વિચાર્યું છે કે આપણા જીવ મા જીવ છે ત્યાં સુધી સેલ્ફી લેવી  આપણા હાથમાં છે.આ શરીરમાં પ્રાણ નહીં રહે ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની સેલ્ફી લઇ નહીં શકે.આપણી પસંદ ના ફોટા ઉપર હાર પણ ચઢાવવામાં નથી આવતું.ઘરના લોકો કોઈ એક ફોટો પસંદ કરીને મઢાવીને દિવાલ પર લગાડી દે છે અને હાર ચઢાવી દે છે.તમારી ખુશીઓ તમારા હાથમાં છે તો એ ખુશીઓ અને એ પળોને કેદ કરતા રહો સેલ્ફી લેતા રહો.કોણ ખબર કઈ છે કઈ સેલ્ફી તમારા જીવનની છેલ્લી સેલ્ફી હોય.જીવના દરેક ખુશીના પળો ને, સારી યાદોને એક સેલ્ફી થી કેદ કરી લો.જો એક સેલ્ફી થી આટલી ખૂબસૂરત, સુંદર ફોટો આવી જતી હોય તો તમે પોતાના જીવન માટે ખુશ રહો જેથી જીવનની બધી સેલ્ફીઓ યાદગાર બની તમારી પાસે એક આલ્બમ રૂપી રહે.જયારે પણ એ સેલ્ફીઓને તમે જોવો તો તમારી સમક્ષ સુંદર એ યાદગાર પળો આવી જાય અને તમારો ચહેરો ખીલી ઊઠે એક મસ્ત હાસ્ય સાથે , એટલે હંમેશા ખુશ રહો અને અવનવી સેલ્ફી લેતા રહો.


ચૌધરી રશ્મીકા `રસુ´

અમદાવાદ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ