વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તને મારો બનાવી દઉં

તને મારી આંખમાં તો ડાઉનલોડ કર્યો છે,

તું કહે તો તને મારા દિલમાં સેવ કરી દઉં.


તને મેં મારી ફેસબુક વોલમાં તો રાખ્યો છે, 

તું કહે તો  ફેસબુકની  સ્ટોરી  બનાવી દઉં.


તને મેં મારી  ફોનની ગેલેરીમાં  તો રાખ્યો છે,

તું કહે તો મારું વોટ્સએપ ડીપી બનાવી દઉં.


તને મેં મારું ઇન્સ્ટાનું  પેજ તો  બનાવ્યું છે,

તું કહે તો ઇન્સ્ટાની હાઈલાઇટ બનાવી દઉં.


તને મેં મારી સ્નેપચેટમાં તો રાખ્યો છે,

તું કહે તો મારો સ્નેપશૂટ બનાવી દઉં.


તને મેં મારા માઈન્ડમાં પ્રોટેકટ તો કર્યો છે,

તું કહે  તો તને હું બધામાં  ફેમસ કરી દઉં.

©Niks ???? Se ???? Tak


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ