વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દરિયા સાથેની યાદો

દરિયા સાથેની યાદો

******************

ખુશી હંમેશા હસ્તી બોલતી છોકરી એના નામ જેવી જ હતી.હંમેશા ખુશ જ રહેતી.ઉદાસી એના ચહેરા પર કયારે હોતી જ નહિ.હંમેશા ખુશ રહેવા માટે એ કારણ શોધી લેતી ,પણ કહેવાય છે ને કે હસ્તા ચહેરા પાછળ હંમેશા કોઈને કોઈ કહાની છુપાયેલી હોય છે.ખુશીના જીવનમાં પણ એક કહાની છુપાયેલી હતી.ખુશી Ngo માં જોબ કરતી હતી.એક વાર ધરનાં બધા લોકો એ દરિયા કિનારે ફરવા જવાનો પ્લાન બનાવયો અને યાદોનાં વંટોળ એ એને ધેરી લીધી.એ યાદો એ જીવનની ડાયરીના પાનાં ખોલી નાખ્યા .ખુશી એ એની યાદોનો સહારો લઈને એક પત્ર લખ્યો.

નામ:મારો દોસ્ત

સરનામું:ગુમનામ ગલી

તારીખ:તને મળે ત્યારે

પ્રિય દોસ્ત,

       

જીવનના હરપળમાં મને સાથ આપનાર એવો મારો જીગરી જાન દોસ્ત કેમ છે તુ ? ઘરમાં બધા કેમ છે ?બધાને મારી યાદ આપજે.તારા મમ્મી- પપ્પાને મારા તરફથી જયશ્રી કૃષ્ણ કહેજે.તારી બહું જ યાદ આવે છે એવુ તો નહિ જ કહું.બિલકુલ નહિ કહું.હા પણ કયારે, કયારે આવે છે તારી મીઠી યાદ.હું તને બહું જ હેરાન કરતી હતી ને હંમેશા ?અત્યારે પણ કરુ જ છું ને?


                  આજે જૂની યાદો તાજી કરવા તને પત્ર લખી રહી છું.તને ખબર તો છે કે  દરિયો મને કેટલો વ્હાલો લાગે.મારી પહેલી મહોબ્બત કહું તો પણ ચાલે.થોડા દિવસ પહેલાં ઘરના અમે બધા સોમનાથ ગયા હતા.દર્શન કરવા અને ફરવા પણ કહીએ તો ચાલે.એમ તો મારું દર્શનથી કોઈ લેણ-દેણ નહિ, પણ દરિયાો જોવા મળશે એટલે હું તૈયાર થઈ ગઈ.અમે પોતાની ગાડી લઈને ગયા હતા.રાતે 11 વાગે ઘરેથી નીકળી ગયા હતા.રસ્તાની તો મને કઈ ખબર નહિ કયાંથી કયાં થઈને ગયા, હા પણ એટલું જરૂર યાદ આવી ગયું કે કેટલી યાદો મને જકડી લીધી.એ દરિયાની મુલાકાત માટે જતી હતી કે આપણી દરિયા સાથેની યાદો યાદ આવી ગઈ.તને કદાચ યાદ હશે કે એક વાર આપણે એક NGOના કામ થી દ્વારકા બાજુ ગયા હતા.આખો દિવસ કામમાં જતો  રહ્યો. સાંજે આપણે કીટલીએ ચા પીવા બેઠા.ચા પીતા, પીતા મે કહ્યું કે ;કામ પતી જાય થોડીવાર પછી તો આપણે દરિયે જઈએ ફરવા.બધા મને બોલવા લાગ્યા કે આખા દિવસના થાકેલાં છે અને તને ફરવાની પડી છે.મે જીદ કરી કે કોઈ આવે કે ન આવે હું તો જઈશ જ. મારી મહોબ્બતને મળવા.તમે બધા હસવા લાગ્યા કે સારું બાબા સારું અમે પણ આવીશુ તારી મોહબ્બતને મળવા.કામ પતાવીને આપણે બધા દ્વારિકાધીશના દર્શન કરી દરિયા કિનારે ગયા.સૂરજ આથમવાની તૈયારીમાં જ હતો.એના સોનેરી કિરણો જાણે દરિયાને સોનેરી બનાવી દીધો હોય એવુ લાગી રહ્યું હતું.આપણે બધાએ ખુબ જ ફોટા પાડયા.સેલ્ફી પણ એટલી જ પાડી.દરિયાના મોજા જોડે ખૂબજ રમ્યા,મસ્તી કરી.બધા બહું જ ખુશ હતા,હું તો ખૂબ જ ખુશ હતી.જોત ,જોતામાં રાત પડી ગઈ.આપણે ત્યાંજ નજીકમાં લારી પરથી ગરમા ગરમા ઘૂઘરા ખાધાં.બધા કહે; થોડી વાર પછી જઈએ આપણા રૂમો પર,પણ તું કયાંક ખોવાયેલો હતો.મને એ વાતનો ખ્યાલ આવી ગયો.મે તને પૂછ્યું પણ કે કયાં ખોવાઈ ગયો.તે જવાબ આપ્યો કોઈની યાદમાં છું.અધૂરી વાત પણ સમજાઈ ગઈ ,કે કયાંક તારા દિલમાં કોઈ વાત દર્દ બની છૂપાયેલી છે.બધા કહે ચલો હવે જઈશું.તે આવાની સ્પષ્ટ ના કહી.મને તારા એ શબ્દમાં કઈક અલગ લાગ્યું , એટલે હું તારા પાસે રોકાઈ ગઈ.બધા રૂમ પર જતાં રહ્યા.


       દરિયાના એ મોજા, એનો પવન જાણે સંગીતની કોઈ ધૂન સંભળાવી રહ્યો હોય એવુ લાગ્યું.વાતો, વાતોમાં તારા દિલનું દર્દ બહાર આવ્યુ, કે તું કોઈ છોકરીને ખૂબ જ પ્રેમ કરે છે.તારા આંખના આંસુ તારુ દર્દ કહી રહ્યા હતા.તુ મારા ગળે મળીને ખૂબ રડયો.હું તારી બધી વાત સાંભળી રહી હતી.રાતના લગભગ 2 વાગ્યા હશે.તે કહ્યું કે તને પાગલ ઠંડી નથી લાગતી, તે તારું જેકેટ મને પહેરવા આપ્યું , અને કહેવા લાગ્યો મે તને પણ રડાવી દીધીને ...મારી જીવનની વાત કહીને.મે કીધું ના... રે... પાગલ એવુ ના બોલ બધું ઠીક થઈ જશે તને તારી મહોબ્બત જરૂર મળશે.ચાલ હવે બહું જ મોડું થઈ ગયું છે જઈશુ હવે.તુ કહે હા ચાલ, પણ એક, એક ચા પી લઈએ.ઠંડી બહું છે.ચા તો આટલી રાતે કયાં મળે એવુ લાગતુંતુ ન હતું.એક દાદા થોડેક દૂર તાપણી કરી રહ્યા હતા ત્યાં જઈને આપણે એમની જોડે બેઠા.દાદાએ આપણાને ચા પણ પીવડાવી.ત્યાં પણ તું વાતોના વડા કરવા બેસી ગયો અને 5વાગવાની તૈયારી હતી.એ રાત બસ હું તને જ સાંભળતી રહી અને તને જ જોતી રહી.તે તારી વાત તો મને કહી દીધી અને તે મારી ખામોશી ન સાંભળી અને સવાર પડી ગઈ.તારા માટે હંમેશા પહેલાથી જે લાગણી હતી એ કયાંક ખૂણામાં દબાઈ ગઈ.આજે તને આ વાત એટલે જણાવી રહી છું કે હું હંમેશા માટે કેનેડા જઈ રહી છું.કયારે આવીશ ખબર નથી ,આવીશ કે નહિ એ પણ ખબર નથી.તું નસીબદાર છે કે તારી મહોબ્બત તારી સાથે છે.એમ તો હું પણ ખૂબ નસીબદાર છું કેમ કે મારી પાસે તારી યાદો છે.તારી યાદોમાં સવાર પડી ગઈ અને અમે પહોંચી ગયા સોમનાથ,જયાં દરિયો હતો.મારી પહેલી મહોબ્બત.તું પણ વિચારીશ કે કેવી પાગલ છે.


     ચલ તારી યાદોને પણ હવે થોડો વિરામ આપું છું.

    પછી ન કહેતો કે હું યાદોને પણ પૂર્ણવિરામ આપું છું.

    યાદોનું ઝરણું હંમેશા આમજ મહેક તુ રાખજે.

     હું મળું કે ન મળું બસ તારી યાદોમાં મને યાદ રાખજે.

 

ઘરનાને બધાને યાદ આપજે.હંમેશા ખુશ રહેજે.


            લિ.....તારી પ્રિય દોસ્ત


આંખો રોતી રહી અને પત્ર લખાતો રહ્યો.જે દિવસ ખુશી એ પત્ર પોસ્ટ કર્યો એ જ દિવસ ખુશી હંમેશા માટે કેનેડા જતી રહી.દિલમાં યાદોનુ સમુદ્ર લઈને.



ચૌધરી રશ્મીકા લલિતકુમાર

અમદાવાદ


  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ