વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દિવ્યાંગતા નથી અભિશાપ

               "દિવ્યાંગતા નથી અભિશાપ"


  


એક નાનકડાં ગામ માં મનજીભાઈ તેમનાં પત્ની તેમની બે દિકરીઓ અને ઘરડાં માં-બાપ સાથે ખેતીકામ કરી જીવન ગુજારતાં.તેમનાં પત્ની રૂખી બહેન બે દિકરીઓ ની દેખરેખ સાથે થોડા ઢોર-ઢાંખર પણ રાખે.મોટી દિકરી કિરણ ભણવા માં ખૂબ જ હોંશિયાર એટલે પિતા મનજીભાઈ પણ તે ભણી ને મોટી અફસર બને એવી ઇચ્છા રાખતાં.તેમણે પોતાની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી કિરણને સરકારી શાળામાં મૂકી. એક દિવસે શહેરમાં પોતાના સ્વજનને ત્યાં લગ્ન પ્રસંગે કિરણ રજાના દિવસે બા-દાદાની સાથે જઈ અને રીક્ષામાં પરત ફરી રહી હતી ત્યારે ટ્રક સાથે ભયંકર અકસ્માત થયો.રિક્ષામાં બેઠેલા મોટાભાગના મુસાફરો મૃત્યુ પામ્યા જેમાં તેના બા-દાદા પણ મૃત્યુ પામ્યા અને કિરણ ના પગ રીક્ષા માં ફસાઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલી હતી. બે-ત્રણ મહિનાની ડોક્ટરોની દેખરેખ અને મનજીભાઈ ની બચતની મુડી ખર્ચી કાઢ્યા પછી કિરણ નો માત્ર એકજ પગ બચાવી શકાયો હતો. હવે તે દિવ્યાંગ હતી. માતા-પિતા  અને દીકરી નો એક પગ ખોયા પછી મનજીભાઈ ભાંગી ગયા હતા.

        કિરણ એ આ જલ્દી સ્વીકારી લીધું હતું ,કિરણ પહેલાં કરતાં પણ વધુ ઉત્સાહ સાથે હાથઘોડી નાં સહારે પોતાના દૈનિક કાર્યો તેમજ અભ્યાસ કાર્ય ચાલુ કરી દીધું.

આમ કરતા કિરણ અભ્યાસમાં પણ પ્રગતિ કરતાં કરતાં ધોરણ 10 માં આવી.ઘણાં સાથી મિત્રો તેની દિવ્યાંગતા ની મજાક પણ કરતાં.એક દિવસ શાળા નાં કાર્યક્રમમાં કલેકટર સાહેબ ને આમંત્રણ હોવાં થી તેમની આગતાસ્વાગતા અને મહેમાનગતિ થી કિરણ અભિભૂત થઇ ગઇ. તેમનાં ગયાં પછી તેને શિક્ષિકાબેન ને ઘણાં પ્રશ્નો તેમનાં વિશે કર્યા અને તેવું બનવા શું કરવું તે માર્ગદર્શન મેળવ્યું.હવે તેનાં મન માં એક મજબૂત ઈરાદો હતો.બોર્ડ માં જિલ્લા માં પ્રથમ આવી આગળ બારમાં માં પણ મહેનત કરી સારા ટકા લાવી.


કોલેજ માં અભ્યાસ સાથે ઘર ને ટેકારૂપ થવા ટ્યુશન કરાવી UPSC ની પરિક્ષા ની તૈયારીઓ શરૂ કરી.કોલેજ માં પ્રથમ ક્રમે પાસ થઇ સંપૂર્ણ ધ્યાન UPSC પરિક્ષા માં આપ્યું અને પ્રથમ પ્રયાસે જ દિવ્યાંગ કિરણે પરિક્ષા પાસ કરી કલેકટર તરીકે નવી રૂઆબદાર નોકરી ની શરૂઆત કરી.કેટકેટલાય સંઘર્ષો પછી પોતાનું સપનું પૂરું થયું.પોતાનું નામ રોશન થયેલું જોઈ તેના માતા પિતા ની આંખો માં ઝળહળીયા આવી ગયાં અને ગરીબ પરિવારની દિકરીને અફસર બનેલી જોઈ બોલાઈ ગયું કે,"દિવ્યાંગતા અભિશાપ નથી,મન મક્કમ હોય તો આશીર્વાદ જ છે"

       


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ