વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ટોંટ મારશે

પાન માવા ખાઈ મનફાવે તેમ થુંકશે

વેફર્સ બિસ્કીટ ખાઈ પડિકા મન ફાવે ત્યાં મુકશે

પોતે કરેલો કચરો જોઈ સફાઈ કર્મચારીઓને

“દેશમાં સ્વચ્છતા જ નથી”નો ટોંટ મારશે

 

મન ફાવે તે સ્પીડે વાહન ચલાવશે

કોઇ જોતું નથી જોઈને લાલ સિગ્નલ તોડશે

પોલીસ વાળો રોકે તો રિશ્વત આપશે

અંતે “કાનુન બરાબર નથી”નો ટોંટ મારશે

 

શુટ બુટ પહેરી મોલમા ફરવા જશે

ભાવતાલ વગરના પેપ્સી કોલા પીસે

બકાલુ લેવામાં ૧૦ ના ૫ કરાવી

“ખેડુત ગરીબ છે”નો ટોંટ મારશે

 

અધિકારીઓની પાછળ લટ્ટૂ થઈને ફરશે

નિર્દોષને દોષીત સાબિત કરી જેલ હવાલે કરશે

પોતાના કરેલા કાંડને અખબારમાં જોઈને

“વ્યવસ્થા બરોબર નથી”નો ટોંટ મારશે

 

લોકડાઊન કરી સરકાર કોરોના ફેલાવતો રોકશે

ઘરેથી બટેટા ભરેલી થેલી મનફાવે ત્યાં ફરશે

વધ્યા જો કેસ કોરોના સંક્રમીતોના દેશમાં

ત્યારે “સરકાર કાંઈ કરતી નથી”નો ટોંટ મારશે

 

પ્રજાસતાક દિવસ નિમીતે ધ્વજ ફરકાવશે

મા ભારતીના અવનવા ગુણગાન ગાશે

પોતાના તમામ કાંડને સાઈડમાં મુકીને

સાચો દેશભક્ત હોવાના ડોર કરી જુઠ્ઠી શાન દેખાડશે

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ