વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ દેશ છે મારો

                       " એ દેશ છે મારો "


છે ત્રિરંગા રૂપી રાષ્ટ્રધ્વજ જેનો એ દેશ છે મારો,

છે "સત્યમેવ જયતે" મુદ્રાલેખ એ દેશ છે મારો.


છે સત્ય અહિંસા નો પથ દર્શક એ દેશ છે મારો,

છે ૠષીઓ અને દેવો ની ભૂમિ એ દેશ છે મારો.


છે પશુ,પક્ષી,વૃક્ષોનું પૂજામાં સ્થાન એ દેશ છે મારો,

છે સરિતાઓ ને માતાનું જ્યાં સ્થાન એ દેશ છે મારો.


જનમ્યાં જ્યાં આઝાદ,ભગતસિંહ જેવા બાહોશ દેશપ્રેમીઓ એ દેશ છે મારો,

પાકયા જ્યાં પૃથ્વીરાજ,શિવાજી,પ્રતાપ જેવા વીર યોદ્ધાઓ એ દેશ છે મારો.


રહેતાં જ્યાં સંપીને બધી જ્ઞાતિ, જાતી, ધર્મનાં લોક એ દેશ છે મારો,

અપનાવ્યું છે જેણે "સર્વ ધમૅ સમભાવ" નું સૂત્ર એ દેશ છે મારો.


છે જ્યાં અલગ ભાષાઓ,બોલીઓ,સંસ્કૃતિ એ દેશ છે મારો,

છતાંય વિવિધતા માં એકતાં એટલે "ભારત"દેશ મારો.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ