વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પપ્પા સાથેની અંતિમ યાદો

પપ્પા હોય જ એવા બહારથી કઠોર લાગે, ગુસ્સો કરતાં હોય અંદરથી મીઠાં મુલાયમ જેવા હોય છે. પપ્પા પણ મમ્મીની જેમજ આપણને લાડ પ્રેમ કરતાં હોય છે.


મારા પપ્પા પણ એવા જ હતા અમારા નવા કપડાં માટે પોતાના જુના કપડા ૨ વર્ષ ચલાવી લેતા હતા અમને મોટા કરવામાં પોતે ક્યારે વૃદ્ધ થઈ ગયા હતા એ એમની ખબર જ નહીં પડી હતી.


અમને કંઈ પણ થાય એટલે તરત જ હોસ્પિટલ લઈ જાય અને પોતાને કઈ પણ થાય તો હોસ્પિટલ નહીં જાય ઘરે ઈલાજ કરતા.


હું એક દિવસ અમદાવાદ ગયો હતો ત્યાં કામ વધારે હતું પપ્પાને સારું ન હતું એટલે મારે જ જાવું પડ્યું હતું અને પપ્પા ને કહ્યું દુકાને નહીં જતા .પપ્પા કે નહીં જાવ ભાઈને પણ કહ્યું હતું પપ્પા દુકાને નહીં આવે એ ધ્યાન રાખજે ,ભાઈ કહે  નહીં આવે પછી બીજા દિવસે અમદાવાદ ગયો ફોન કર્યા કરતો હતો.

પછી બપોરે ફોન કર્યો તો ગુસ્સે થઈ ગયાં કામ કર તારું ફોન નહીં કર મને. ઘરે જ છું નથી ગયો દુકાને પછી થોડીકવાર રહીને મમ્મીનો ફોન આવ્યો તારા પપ્પાનું ખોટું નહીં લગાડતો એ ઘરે જ છે મેં કહ્યું વાંધો નહીં પછી કામ પતાવી રાતે ૨ વાગ્યે ઘરે પહોંચ્યા .પપ્પાના રૂમમાં ગયો સુતાં હતાં સવારે ૪ વાગે મમ્મી જગાડ્યો મને. સીધો પપ્પાના રૂમમાં ગયો અને પુછ્યું શું થાય છે તો કે છાતીમાં દુઃખે છે મેં કહ્યું ચાલો હોસ્પિટલ તો કહે સિગારેટ આપ મેં કહ્યું ના ડૉક્ટરે ના પાડી છે તો કે હું તારો બાપ છું કહ્યું એટલું કર બીજી માથાકૂટ નહીં કર. મેં કહ્યું નહીં આપું કિધું ને ત્યાં તો એક લાફો માર્યો હતો પછી મમ્મી કહે કે એ છોકરો સાચું કહે છે મમ્મી ને પણ કહ્યું તું સુઈજા .અમારાં બાપ દિકરા વચ્ચે નહીં આવ પછી સિગારેટ આપી એ પીધી પછી મેં કહ્યું હાલો હોસ્પિટલ તો કે થોડીવાર રહીને જઈશું પછી દવા આપી અને સુવડાવી દીધા.


પછી બહાર આવ્યો મમ્મી કે તું સુઈજા મેં કહ્યું મને ઉંઘ નહીં આવે કૉફી બનાવી દયો પછી કૉફી પીધી અને હું અને મમ્મી વાતો કરતા હતાં હું ૫ મિનીટ થાય ને પપ્પા ના રૂમમાં જતો હતો પછી જાગ્યા અને કહ્યું હું તૈયાર થાવ છું હોસ્પિટલ જવા તૈયાર થઈ જા મેં કહ્યું હું તૈયાર જ છું તો કે વાંધો નહીં પછી તૈયાર થયા અને હોસ્પિટલ ગયાં રિપોર્ટ કરાવ્યા સાંજે બધા રિપોર્ટ આવ્યા ડૉક્ટર કે છાતીમાં સ્મોકિંગ ના ધુમાડા છે એને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે મેં કહ્યું આનો રસ્તો શું કરવો સ્મોકિંગ બંધ કરવું પડશે મેં કહ્યું એ‌તો નહીં જ કરે ડૉક્ટર કહ્યું મારા દોસ્ત છે સમજી જશે પછી એડમીટ કર્યા પપ્પા ને ૩ દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી ૪ દિવસે કે હું બપોર સુધી જ છું અને મને સારું જ છે એટલે હું ઘરે જાવ છું મને કે તારા મમ્મી ને કોઈ હેરાન નહીં કરાવા આવતું આજ થી સિગારેટ બંધ ડૉક્ટર કહ્યું ઘરે લઈ જા મામા કહે ચિંતા નહીં કર એ બંન્ને જણા ને બેસવા દીજે. તું તારા રૂમમાં તારું કામ કરજે .

પછી ઘરે પહોંચ્યા પપ્પા અને મમ્મી એના રૂમમાં હતા મને ચિંતા હતી પછી ૧ વાગ્યો અમે રસોઈમાં જમવા જઈશું મેં કહ્યું હું મુકી જાવ તો કે ના અમે જોયું છે હો મેં મામા ને ફોન કર્યો મામા કે શાંતિ રાખ હું એ લોકો પાછળ જ છું તું ચિંતા નહીં કર પછી જમીને આવ્યા સિગારેટ લીધી આ આપણે બંન્ને ને અડધી-અડધી પીવાની છે મેં કહ્યું હું નહીં પીવ તમારી સામે. હું કહ્યું છું એટલે પીવી પડશે પછી સિગારેટ પીધી પછી કહે ભાઈ ક્યાં છે મેં કહ્યું એ બહાર ગયો છે તો કે ફોન કર અને ભાઈ આવ્યો અને કહ્યું કાલે શું છે ખબર છે ને મેં કહ્યું આ બહેનનો બર્થ-ડે છે .બહેન કહે મારે ઉજવો નથી બસ પપ્પા તમે સિગારેટ મુકી દયો મારે ક્યાં નથી જોતું પપ્પાને આંખોમાં આંસુ હતાં એ આંસુઓ હજી યાદ છે પછી થોડીકવાર મસ્તી કરી હતી અને કહ્યું હતું આ‌ પૈસા મારી ઢીંગલી માટે ગાડી ગીફ્ટ કરી દેજો . બહેન રડવા લાગી પછી પપ્પાએ બહેનને ચોકલેટ આપીને કહે મારી ઢીંગલી હંમેશાં હસતી સારી લાગે. પછી કહે કે શ્રી કૃષ્ણ શરણં મમ ની માળા કરો મારી સાથે જેવી માળા પુરી થઈ એવું મમ્મી ના ખોળા માં માથું નાખીને સુઇ ગયાં નો બોલે કે નો ચાલે મામા કહે ડૉક્ટર આવે જ છે ડૉક્ટર આવ્યા અને મામા સાથે વાત કરી તું તારા મમ્મી ને તારા રૂમમાં લઈજા એટલે હું સમજી ગયો હતો પછી બધા આવ્યાં મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. હવેલી માં ગયો અને કૃષ્ણ ને કહ્યું બસ બધું શાંતિ થી પતી જાય અને અમને ક્યાંક રસ્તો બતાડો. 


લખવું તો ઘણું છે હવે નહીં લખી શકું.


I Really Miss You PaPa 😢😭

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ