વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગરવી ગુજરાત...

 

ગરવી ગુજરાતનો હું છું ગુજરાતી,

સંસ્કૃતિ ગુજરાતની ને હું છું ગુજરાતી!

 

મેડી મહોલાતો મારા છે રે ગુજરાતી,

નદી નાળાં ને સરોવર ગુજરાતી!

 

ગિરિ કંદરાઓ ને ઘુડખર ગુજરાતી,

ઝવેરચંદ ગુજરાતી ને નર્મદ ગુજરાતી!

 

નરસૈયો ગુજરાતી ને કનૈયો ગુજરાતી,

ગાંધી ગુજરાતના ને સરદાર ગુજરાતી!

 

વિક્રમ સારાભાઈ છે રે ગુજરાતી,

અરવલ્લી ગુજરાતની ને પોળો ગુજરાતી!

 

શેત્રુંજય ડુંગર છે રે ગુજરાતી,

દાંતાના ડુંગરા છે રે ગુજરાતી!

 

ગિરનારનો ડુંગર છે રે ગુજરાતી,

આગવી ઓળખ મારી છે રે ગુજરાતી!

 

હું છું ગુજરાતી મારું ગૌરવ ગુજરાતી,

રંગીલું ગુજરાત મારી સૌરભ ગુજરાતી!

 

- તા. ૦૧/૦૫/૨૦૨૧ / ગુજરાત સ્થાપના દિન

 

- પરથીભાઈ ચૌધરી,"રાજ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ