વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુસ્સો

ક્યારેક ક્યારેક ખૂબ ગુસ્સો આવે છે.માણસ કેટલો મજબૂર હોય છે કે એ જે ઇચ્છે છે એ નથી કરી શકતો ત્યારે ખૂબ ગુસ્સો આવે છે.જ્યારે જ્યારે સંબંધોમાં પરીક્ષા લેવામાં આવે છે.જ્યારે જ્યારે સ્ત્રીઓ પાસે સમર્પણની માંગણી કરવામાં આવે ત્યારે ગુસ્સો આવે છે.જ્યારે જ્યારે કહેવામાં આવે છે કે તમે સ્ત્રી છો , છોકરીની જાત છો એટલે સહન તો કરવું પડે.ત્યારે ત્યારે ખૂબ ગુસ્સો આવે છે.જ્યાં સ્ત્રી તરીકે હંમેશા કુરબાની આપવી પડે ત્યારે ગુસ્સો આવે છે.પોતાના હક માટે જ્યારે જ્યારે સાબિતી આપવી પડે,લડવું પડે ત્યારે ગુસ્સો આવે છે.જ્યારે જવાબદારીના ભાગરૂપે દબાણ કરવામાં આવે ત્યારે ગુસ્સો આવે છે.મર્યાદા સમજાવવામાં આવે ત્યારે ગુસ્સો આવે છે


​ચૌધરી રશ્મીકા `રસુ´


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ