વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમયની સાથે

આ શુ થઈ જાય છે..સમય ની સાથે..


જયારે દુ:ખ નથી વહેચાતુ કોઈની સાથ


પ્રેમની અભિવ્યક્તિ રજૂ નથી થતી શબ્દો સાથે


જયારે કોઈ ચાલયું જાય છે કોઈની સાથે


કમી એની વતાૅય છે માહોલ ની સાથે..


ત્યારે સમજાય છે..કે શુ થઈ જાય છે

                       સમય ની સાથે...


આંખોને જ્યારે પરિભાષા સમજાય સમયની સાથે


ખામોશી પણ ધણુ કહી જાય છે મૌનની સાથે


સમય સરકતો જાય છે હાથમાંથી રેતની માફક

મૂલ્ય એનુ સમજાય છે ખોવાની સાથે


વર્તમાનમાં જીવીએ  છે,અફસોસ કરીએ છીએ ભૂતકાળની સાથે


સમય ગુમાવ્યા પછી સમજાય છે મહત્વ સમયની સાથે


મુખમાંથી નીકળેલા શબ્દોને રોકી નથી શકાતું સમયની સાથે


જિંદગીમાં પાછું વળીને નથી જોવાતું સમયની સાથે


જીવનમાં હંમેશા આગળ વધવું છે સમયની સાથે


માટીમાં વ્યક્તિ ભળી જાય છે સમયની સાથે


જન્મ અને મરણ રોકાયા નથી ક્યારેય સમયની સાથે


સમય, સમયે હંમેશા સમયે બદલાય છે,બંધાય નહિ એને સમયની સાથે

      

         સમયને ક્યારે રોકી શકાતું નથી.આપણે હંમેશા સમયને એટલે કે ઘડિયાળને હાથમાં બાંધીને રાખે છે.પણ શું ખરેખર સમય બાંધી શકાય છે?આજના સમયમાં લોકો કહે છે કે મારી પાસે સમય નથી ,પણ જ્યારે સમય હોય છે ત્યારે આપણે સમયની કદર નથી કરતા.સમય તો એના સમય મુજબ ચાલતું હોય છે.જયારે જયારે સમય કરવટ બદલે છે તો ક્યારેક સારું પરિણામ આવે છે તો ક્યારેક ખરાબ.આપના મન મુજબના પરિણામ મળે તો આપણે ખુશ થઈએ છીએ. અને જો આપણા મન મુજબ પરિણામ ન આવે તો દુઃખ અને ફરિયાદ વ્યક્ત કરીએ છીએ.લોકોને અને સમય ને ધિક્કારી એ છે કે આજે મારો સમય નથી મારો સમય આવશે ત્યારે તને બતાવી દઈશ.સમય હંમેશા બધાને તક આપતો જ હોય છે બસ એ તકને ઝડપતા શીખો.એ પહેલા કે ટાઈમ આઉટ થઈ જાય અને તમને અફસોસ  થાય.ભૂતકાળને પકડી ને રાખવું એટલે સમય આઉટ કરવું છે,સમયની બરબાદી કરવી છે.એટલે એવું ન થવા દેશો.જે વ્યક્તિ સમયની કદર નથી કરતો સમય એની કદર નથી કરતું.ટાઈમ આઉટ થઈ જાય એના પહેલા તમે આઉટ ન થવા દો સમયની સાથે ચાલતા રહો.





ચૌધરી રશ્મીકા `રસુ´

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ