વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભૂલ તો મારી જ હતી

ભૂલ તો મારી જ હતી

******************

તારી વાતો ને હું લાગણી સમજી બેઠી,

નાદાન હતી હું તો , આ શું સમજી બેઠી?

           ભૂલ તો મારી જ હતી...........

તારા એક એક ચિત્રમાં ચિત્રતી હું ગઈ

હરેક ચિત્રના રંગમાં હું રંગાતી ગઈ

           ભૂલ તો મારી જ હતી........

તારા એક એક શબ્દોમાં હું ઢળતી ગઈ

હું ખુદને અે શબ્દોમાં ગજલ સમજી બેઠી

               ભૂલ તો મારી જ હતી.......

તારી તારી સાથે હું આકાશના ચાંદને જોઈ બેઠી

હર એક રાતમાં પોતાને પૂનમનો ચાંદ સમજી બેઠી

                     ભૂલ તો મારી જ હતી.........

ના સમજી શકી હું તારા આ મજાકને

આ મજાકમાં હું પોતાને જોકર સમજી બેઠી

                      ભૂલ તો મારી જ હતી........


ચૌધરી રશ્મીકા `રસુ´

અમદાવાદ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ