વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પૂનમનો ચાંદ...

હૃદયના ઘાવ ધુઓ છો; તમો મારા જ લાગો છો,
મારી આંખ ઠારો છો; તમો સાચે જ લાગો છો.

નથી ભીતરે ભૂખ કે તરસ; નથી હૈયે બેચેની કે ઉજાગરા,
નથી કાલની ચિંતા; નથી ઉથલ પાથલ કે ધજાગરા.

તમો સડસડાટ દોડો છો; તમો મારા જ લાગો છો,
તમો હૈયું નીચોવો છો; તમો નિર્મળ લાગો છો.

નથી પરાયા કે અતડા; નથી આગંતુક કે મહેમાન,
નથી મનમાં દ્વેષ કે પ્રપંચ; નથી દિલમાં ફરમાન.

તમો ઓરતા ભૂલાવો છો; તમો મારા જ લાગો છો,
તમો ઉદધિ ઉછાળો છો; પૂનમનો ચાંદ લાગો છો!

- તા. ૦૮/૦૧/૨૦૨૨

- પરથીભાઈ ચૌધરી,"રાજ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ