વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉત્તરાયણમાં પતંગ સાથે પ્રણયરંગ

એય ચીબરી પતંગ ચગાવવા મારાં ધાબે આવજેને. "   

       સહેલીએ કહેતાં જ પરી બોલી,.

 "ના રે નાં..  આ વખતે તો હુ મારુ ધાબુ છોડીને ક્યાંય નહીં જવાની."

    હા હવૅ મને ખબર છે અને તું જાણી ગઈ છે કે પડોશમાં રહેતો તારો પ્રેમી વીર આવ્યો છે ઘેર ઉત્તરાયણ કરવા."

    પરી શરમાઈને બોલી,.. "રીટા તું પણ આવજે આ વખતે ખુબ મોજ કરીશુ."

   તારે તો બાજુના ધાબે પેચ લડાવાનાં છે અને હું જોવા આવવાની જ છુ." કહીને રીટા ચાલી ગઈ.

      ઉત્તરાયણ આવીને છલકાતાં હૈયે પરી જીન્સ, ટીશર્ટ અને કોટી પહેરીને મનોહર રૂપ ધરીને સહેલી રીટા સાથે ધાબે ચડી કે બાજુના ધાબે મિત્રો સાથે પતંગ ચડાવતા વીરનાં હદયમાં હલચલ મચી ગઈ અને તેનો પતંગ પણ પરીને જોવામાં કપાઈ જતાં પાછળનાં ધાબાવાળા નાચીને બૂમો પાડવા લાગ્યાં,..

  "એ લપેટ...  કાઈપો છે..  "

  પરીએ તેની સામું જોઈ સ્મિત કરતાં જ વીર ફીરકી મૂકીને ધાબાની દીવાલ પર બેસીને પરીનાં અદ્ભૂત સૌંદર્યને નિહાળવા લાગ્યો. પરીએ રીટાને ફીરકી પકડાવીને સુંદર બે દિલવાળી ફુમતાવાળી ટુકલ આકાશમાં ચગાવી.

     આ પ્રેમનાં ખેલ જોતો વીરનો મિત્ર વિહલો આવીને કહે,.. "વીરુ આમ જોયા કરે કાંઈ ન વળે તું પણ ચગાવ મોતી ઢાલ અને પેલીની બે દિલવાળી ટુકલને કાપ પછી મજા આવશે."

     વીર ગુલાબી રંગનો એક દિલવાળો પાવલો ચગાવવાં લાગ્યો અને પરીના કાન પાસે જ ગોથ ખવડાવી પરી પકડવા જ જતી હતી કે તેનો વીર  બોલ્યો,..


"સાચવજે બકા આકાશે બહુ ચગી છે

              હમણાં આ ટુંકલ ફુમતાળી તારી

લપેટાઈ જશે મારાં પાવલાં સાથે 

           તો આવી બનશે પછી તારી."


પરી ખિજાતાં  બોલી,.


"જાને વાયડા બહુ હવામાં ઊડે છે હમણાં

             તુ ને આ પાવલો, ઢાલ તારો

રહી ગયો લપેટાયા વિના ફુમતાળી હારે

     જિંદગી આખી પસ્તાવાનો તારો વારો"

                 

                  આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું  અને પરીનું દિલ પણ વીરના દિલ સાથે મોહક નજરો વડે પેચ લડાવી રહ્યુ હતું. વીરનો મિત્ર વિહલો બોલ્યો,..

          "એ.ય  તમારી બે દિલવાળી જોરદાર ચગે છે ."

          રીટા બોલી,.. "કેમ અલ્યા તારે દિલ નહીં કે શું ? "

    વિહલો કહે,.."અરે દિલ તો ક્યારનુંય ધડકે છે એટલે તો તારી જેમ ફીરકી પકડી ઊભો છુ. "

  પરી બોલી,.. "અલી રીટા તારે વીરના મિત્ર હારે પેચ લડાવવા  છે કે શું ?"

       રીટા હસીને કહે,.. "વીરનો મિત્ર પણ મસ્ત  છે હો  ?"

    પરી કહે,.  "હા હો.. અરે જો  તો  પેલો વીરલો પાવલો બીજી પતંગ જોડે પેચ લડાવે છે."

પરીએ જોતાં  વીર તેને  ખીજવવા  બોલ્યો,..

"જો આકાશે ફુમતાળી તારા કરતાં સારી

        રહી અભિમાનમાં તુ ને ટુંકલ તારી

પાવલો મારો લપટાવીને પણ લાવશે ટુંકલ

       ગોતીશ તુ જીવનભર પાવલો સારો"


  રીટા હસી પડી. તે જોઈને પરી બોલી,.


"કપાયાં કેટલાય પાવલાં ટુકલોના પેચમાં 

      લુંટી લઈશ હુ પણ કોક પાવલો સારો 

    લપેટાશે જરુર તારે  ફાટેલી કોક ફુમતાળી 

      બગાડશે ઈ બધીય ઊતરાયણ તારી"


         કપાયેલી એક સુંદર ફુમતાવાળી પતંગ લુંટતા વિહલો રીટા સામું દેખાડી બોલ્યો,.. "લ્યો આ તમારે ચગાવી હોય તો લૂંટી છે."

રીટા કહે,.. "તું જ ચગાવને તને ફુમતાવાળી બહુ ગમે છે."

પરી હસીને બોલી,..  "સાચું કીધું રીટાળી."

વિહલો  બોલ્યો,.. "પણ ફીરકી પકડવાવાળી તો હજી શોધું છું."

         મોકો જોઈને વીર બોલ્યો,.. 

  "એ હા હો વિહલા ફીરકી પકડનારી તો મારે પણ જોઈએ  છે."

     રીટા કહે.. "જા જા પરી  ધાબુ કૂદીને જતી  રહે... !

" ના રે ના બાપ..! ઍમ જવાતું હશે ? પરી હસીને બોલી.

              વીરના પતંગે તેનાં માથાં પર ગોથ નમાવીને ખેંચીને પરીની ટુકલ હાથમાંથી કાપી નાંખી. વિહલો અને તેનાં મિત્રો પીપુડાં વગાડીને બૂમો પાડવા લાગ્યાં,..

  "એ ગઈ... લપેટ. "

      વીર મજાક કરતાં બોલ્યો,..

"  ટુકલ બહુ ચગી હતી તારી તે ગઈને ? હવૅ આવ ફીરકી પક્ડવા."

     પરી મોં મચકોડી કહે,..

એય જીંદગીભર પેચ તારે આમ સદાય લડાવતુ જ રહેવાનુ છે ? ઈચ્છા નહી કાંઈ હદયમાં, એકબિજાની કાપ્યા વગર ભેળુ રહેવાની?" 

  વીર પરીનાં હદયની વાત  કહે છે,.


"ના ના મારી ફુમતાવાળી તો બસ

             આ પાવલા સાથે જ રહેવાની

આજે જ બકા મમ્મી મારી

      તારા ઘેર માગુ  પણ નાખી દેવાની."

                      સાંભળતાં જ પરી આનંદિત થતાં બોલી,..

"અરે વાહ તો તો વાસી ઊતરાણ,

         ખરેખર મજાની છે રહેવાની 

પછી તો હુ ધાબુ પણ કુદીને, 

       તારી ફીરકી પકડીને જ રહેવાની "

                 

              ઉત્તરાયણની સાંજે જ વીરની મમ્મીએ પરીના ઘેર જઈને  વાત કરતાં બધાં આ સબંધ  સહમત થઈ  ગયાં અને વાસી ઉત્તરાયણે પરી વીરની ફીરકી પકડીને ઉભી રહી  અને 

રીટાએ વિહલાની ફીરકી પકડી લીધી. આકાશ પતંગોથી અને હદય પ્રેમથી છવાઈ ગયું.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ