વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉત્તરાયણની નકરી મૌજ



એ કાઈપો છે... આહા.. લપેટ ...

      આહા તારી  ટુંકલ, ફુમતાવાળી..

              અને મારો ભાયડાનો પાવલો..


"આવી ઉતરાણને જુઓ ભીતર છલકે સહુના નકરી મૌજ

મન ભરીને માણી લેજો આપણા તહેવારોની નકરી મૌજ."

   ઊત્તરાયણ સુર્યનારાયણ ઊત્તર તરફ પ્રયાણ કરતાં અને આ સમયનાં તેજ કિરણ આંખોની રોશની વધારે તે માટે આકાશે ચમકતાં રવિ ભાણ સામુ નજર કરતાં પતંગ ઉડાવતાં રહેવાનુ પણ મહત્વ ભારતીય સંસ્ક્રુતીના હર તહેવારમાં છે.

            તેમાંય વળી આજની આનુધીક યુવા પેઢીની આ ઊત્સવમાં પ્રેમ સભર છલકતાં હૈયાના થતાં જોડાણ અને નજરોથી લંઘરીયા નાખીને કાયમ માટે જોડાતાં હદયની એક સુંદર રચના આ ઊત્તરાયણ નીમીત્તે સુઝે છે તો એકવાર આ પ્રેમી પંખીડાઓની બાજુ બાજુના ધાબે થતી ઊત્તરાયણના કાવ્યમય સંવાદો જરુર વાંચજો હસી પડો તો ધાબેથી કોમેટ મસ્ત કરી નાખજો.. નકરી મૌજ

⛳⛳⛳☀☀☀

         નવા નવા પ્રેમમાં પડેલાં હરખથી બાજુ બાજુના ધાબે વાતચિત કરતાં પહેલા પ્રેમી એની ફુમતાવાળી કાપતાં યુંવતી કહે છે,.

⛳⛳⛳

 અલ્યા ચગે  હજી હાલ પતંગ, તોય કેમ તે કાપી?

 તે આખી જીંદગી વેડફી, આમ ચગતાંને જ કાપી

   

અરે તારી ટુંકલ(ફુમતાવાળી)જોઈને, પાવલો  મારો લલચાયો

ઘણુય મનાયો બકા, તોય એ સામા પવનેય તારી જોડે જ લપેટાયો.


ચગવા જ દેતો નહી પતંગ જરાય, મારે શુ તારુ મોઢુ જોવાનુ?

તારા સિવાય બીજો કોઈ પેચ લડાવે, તો તારુ ઉતરેલુ મો જોવાનુ?


છોડને હવે પતંગ તારી બકા, મારા વગર ત્યાં શુ રહ્યુ છે તારે જોવાનુ?

આવને ધાબે કોઈ બહાને, ફીરકી મારી પકડવાની ઈચ્છા પુરી નહી કરવાની?...


વાયડીનીનો થા મા હો, તારુ ફુદુય જો હમણાં કપાઈને રહેવાનુ 

સંતાડીને મોકલુ ધાબે લાડુ, શરમાઈને તારે ઈ ખાતુ જ રહેવાનુ.


એય જીંદગીભર પેચ તારે આમ સદાય લડાવતુ જ રહેવાનુ?

ઈચ્છા નહી કાંઈ હદયમાં, એકબિજાની કાપ્યા વગર ભેળુ રહેવાની?


હિમત તો કર મારા પિતાને કહેવાની, પછી જો કાયમ ફીરકી પકડી રહેવાની

નકર ઊતરે આજ કમુર્હુર્તા ને કાલ તારે વાસી ઊતરાણ જ રહેવાની 


ના ના મારી ફુમતાવાળી તો બસ આ પાવલા સાથે જ રહેવાની

કાલે જ બકા મમ્મી મારી, તારા ઘેર માગુ છે નાખી દેવાની.


અરે વાહ તો તો વાસી ઊતરાણ, ખરેખર મજાની છે રહેવાની 

પછી તો હુ ધાબુ પણ કુદીને, તારી ફીરકી પકડીને જ રહેવાની 


    ⛳ ઊત્તરાયણની નકરી મૌજ☀

☀☀☀*******☀☀☀






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ