વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કથા, તું બહુરુપિણી

કથા સાહિત્ય-અધ્યયન અને આસ્વાદન નો રચના ક્ળા લક્ષી અભ્યાસ નું આલેખન એટલે "કથા,તું બહુરુપિણી "

--------  --------‐----      --------------     -----------------     -----

એક એવા લેખક, અભ્યાસી અધ્યાપક જેણે નવલકથા,વાર્તા સંગ્રહ, કાવ્ય સંગ્રહ, આત્મકથા,રેખાચિત્રો,અનુવાદ અને સંપાદન જેવા સાહિત્ય ના વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રો માં મહત્વપૂર્ણ યોગદાન આપેલ છે.જેમની મુલાકાત થોડા વર્ષો પહેલાં ભાષા  નિયામક ની કચેરી તરફ થી ગોઠવાયેલ સાહિત્યિક પ્રવાસ દરમ્યાન ભુજ  ની લાલન કોલેજ ખાતે થયેલી ત્યારે તેમની પ્રતિભા નો પરિચય થયેલો .તેમના અભ્યાસલક્ષી પુસ્તક ની વાત કરવી છે.

    કથા,તું બહુરુપિણી પુસ્તક ના લેખક ધીરેન્દ મહેતા છે.તેમણે વિવિધ પ્રસંગે ,નિમિતે ,લખાયેલા , લેખો, જેમાં આપણને લેખક નું સર્વસાધારણ,મનોગત સ્પષ્ટ કે સુચિત રુપે વ્યક્ત થતું અનુભવાય તેવો આ એક ગ્રંથ છે .જેના નામકરણ થી સુચવાયું છે તેમ કથા ના બે સ્વરુપો નવલકથા અને નવલિકા વિષે ના લેખો એક પુસ્તક સ્વરૂપે આપણને મલ્યા છે. લેખક તેને વિવેચન લેખો ન કહેતાં આસ્વાદ લેખો તરીકે ઓળખાવે છે. લેખક પોતે એક ઉત્તમ કક્ષા ના સુપ્રતિષ્ઠિત સર્જક છે એટલે તેમનો અભિગમ અને અભિવ્યક્તિ પણ આસ્વાદમૂલક અને રસાનુભવ લક્ષી હોય તે સ્વાભાવિક છે.આ લેખો ને સમગ્રલક્ષી તપાસતાં પુસ્તક ની પ્રસ્તાવના માં જાણીતા વિવેચક વિનોદ અધ્વર્યુ જણાવે છે કે 

અહીં આપણને સર્જક ને અનુકુળ એવી વસ્તુને વિશેષ અને વિશિષ્ટ રીતે વ્યક્ત કરવા ની રચના કળા  વિષે ની ચર્ચા અથવા નોંધ વ્યાપક રુપે પ્રાપ્ત થશે.જે "મુન્શી ની નવલિકા ની રચના રીતિ " કે દ્વિરેફ ની વાતો ની રચના પ્રક્રિયા " કે '"પન્ના લાલ ની વાર્તાઓ ની રચનારીતિ જેવા લેખો માં સ્પષ્ટ રુપે જોઇ શકાય છે.તો પુનમુલ્યાંકન વિષયક લેખો માં અને સુન્દરમે આપેલા વાર્તા ગધ ની વાત માં પણ આ રચના લક્ષી 

દ્રષ્ટિ પ્રયોગ દેખાય છે.

           આ લેખ સંગ્રહ માં આપણને ઐતિહાસીક દિગ્દર્શન 

કરતા લેખો ,કૃતિઓ અને કર્તા ઓ વિષયક નિરુપણ , લઘુકથા સ્વરૂપ ને નીવડેલા અને નવોદિત લેખકો ની કૃતિઓ ને લઈ સ્વરૂપ ને પ્રગટ કરે છે.તુલનાત્મક અભિગમ થી લખાયેલા આ લેખો વિશિષ્ટ બન્યા છે.સ્ત્રી લેખિકા ઓ વિશે નો લેખ નારી તત્વ કે સર્જતા ના ઉઠાવ ને અધોરેખિત કર્યા વગર તુલનાત્મક અભિગમ થી કરાયેલી આલોચના છે.   લેખક ના કૃતિનિષ્ઠ વિવેચન માં કૃતિ ની સમગ્રલક્ષી ચર્ચા તો છે તે ઉપરાંત કૃતિ ના વિશેષત્વ ને ચીંધીં આપે છે.વળી 

ધ્રુવ ભટ્ટ ની "કર્ણલોક, એકાન્ત દ્વીપ,આગંતુક વિષે ના લેખો 

કૃતિ ના મર્મ ને કેન્દ્ર મા રાખી થયેલી આસ્વાદત્મક ચર્ચા ને રસલક્ષી વિવેચન કહી શકાય.

     આ સંગ્રહ નો પહેલો લેખ -કથા સાહિત્ય માં સાંસ્કૃતિક ચેતના ધ્યાનપાત્ર છે  એમાં પ્રસ્તુત લેખકો માં વ્યાપ્ત કે અંતર્હિત દ્રષ્ટિબિંદુ તેમા રજૂ થયું છે.

     આ ગ્રંથ ત્રણ વિભાગ માં વહેંચાયેલો છે.જેમાં પ્રથમ વિભાગ માં નવલકથા - પરિપ્રેક્ષ્ય માં પાંચ પ્રકરણો છે.તે કથા સાહિત્ય માં સાંસ્કૃતિક ચેતના ,નવજાગૃતિ કાળ અને ગુજરાતી નવલકથા ,વીસમી સદી ની પહેલી પચ્ચીસી, ગુજરાતી નવલકથા માં આત્મકથનરીતીઅને સાગર કથા :કેટલાક સંકેતો .નો સમાવેશ થયો છે.બીજો વિભાગ 

નવલકથા -લઘુનવલ-કૃતિઓ ને ચર્ચા નો છે તેમાં લેખકે 

વેણુવત્સલા, કર્ણલોક,અનાહતા,નગરવાસી ,એકાન્તદિપ અને આગન્તુક વિષે વિસ્તૃત વાત કરી છે.ત્રીજો વિભાગ ટૂકી વાર્તા કૃતિઓ નો છે જેમાં ત્રીસ જેટલી નવલીકાઓ, ટૂંકી વાર્તાઓ, તેમજ લઘુ કથાઓ વિષે વિશ્લેષણ કરવા માં આવ્યું છે 

  આ ગ્રંથ ના લેખક ધીરેન્દ મહેતા એ જે રીતે કથાઓ ની વિષેશતા બતાવી આસ્વાદમૂલક લેખો આપ્યા છે.તે અભ્યાસીઓ, વિધાર્થીઓ અને ગુજરાતી કથા સાહિત્ય માં રસધરાવનારાઓ ને ખુબ ઉપયોગી થઈ પડે તેવો છે તે માટે લેખક ને ધન્યવાદ પાઠવું છું અને ગ્રંથ ને આવકારું છું

----- -----

કથા, તું બહુરુપિણી -લેખક -ધીરેન્દ મહેતા 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ