વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વેલેન્ટાઈન ડે

વેલન્ટાઈન ડે..!


(હાઈકુ-સોનેટ)


🎈🎈👩‍❤️‍👩🎈🎈


(૧)

પરણ્યાં પછી

વેલણ ડે ઉજવે

પૂરું વરસ..!


(૨)

આપ્યાં વચનો

સાત ભવનો સાથ

લગ્ન વેદીએ..!


(૩)

બધા ઉત્સવો

ઉજવતાં ઉમંગે

પરિવાર ડે..!


(૪)

ઠંડી મોસમ

મુલાયમ રજાઈ

પ્રેમોત્સવ ડે..!


(૫)

બાંધ્યો વેણીએ

મહેકતો ગજરો

ફુલોત્સવ ડે..!


(૬)

રાખવા રાજી

કદી અર્પે ગુલાબ

ગુલાબોત્સવ..!


(૭)

ભોળુંડી ભાર્યા

ભેટસોગાતે રાજી

ભેટોત્સવ ડે..!


(૮)

જીવનભર

કરે કરકસર

બચતોત્સવ..!


(૯)

હંમેશા જાણે

વાયદા હશે ખોટાં

મન પટાવે..!


(૧૦)

પ્રેમ વ્યક્ત

આંખોના મલકાટે

છે હાસ્યોત્સવ..!


(૧૧)

સુખ સ્નેહની

વહાવતી સરિતા

છે સ્નેહોત્સવ..!


(૧૨)

રહે સંતોષી

ઝુંપડી કે બંગલો

ખુશાલોત્સવ..!


(૧૩)

થાતી સવાર

સ્વયંના સ્વપ્નાં છોડી

કુટુંબોત્સવ..!


(૧૪)

મોજીલું હાસ્ય

મોજીલું તનમન

મોજીલોત્સવ..!


🕊️🦋🌹🦋🕊️


📝એકાંતની કલમે...


જયંતિલાલ વાઘેલા (એકાંત)


◆હાઈકુ : બંધારણ (૫-૭-૫)◆


જાપાનીઝ સાહિત્યનું (પદ્યરૂપ) ટૂંકુંકાવ્ય એટલે હાઈકુ.આ ટૂંકુંકાવ્ય (હાઈકુ : ૫-૭-૫) ત્રણ પંક્તિઓનું બને છે.ત્રણ લીટીનાં બંધારણમાં રહીને રજૂ કરવાના હોય છે.

કુલ(૧૪) હાઈકુઓ ભેગાં મળીને એક હાઈકુ (સોનેટ) બને છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ