વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાહત..!

ગુલાબની પાંખડી પર પડેલું એ ચંચળ ઝાકળનું 

મુગ્ધ સ્પંદન,


પાંપણનાં છેવાડે ભીનું થઈ અટકી ગયેલું એ ખુશીનું 

પાગલ અશ્રુ,


ડાયરીનાં પાને આજે પણ મહેંકતું એ તારી યાદોનું 


અનાડી ઝૂમખું,


મસ્તીખોર વાયરાથી ઊડીને ગાલને સહેલાવતો એ 

બદમાશ સ્પર્શ,


આંખોમાં આજે પણ સળવળતી તારી એ ઝલકની 

મીઠી તડપ,


ને..


તારામાં સમાઈને વાદળો સંગ વિહરવા તલપાપડ થતી મારી આ પ્રીત..!


શું આટલું કાફી નથી એ જાણવા..

કે,

હું તને કેટલો પ્રેમ કરું છું..?!



જયશ્રી બોરીચા વાજા

'લાવણ્યા'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ