વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુજરાતી સાહિત્યમાં એક નવો ચીલો ચાતરનારા

 

શિર્ષક - ગુજરાતી સાહિત્ય માં એક નવો ચીલો ચાતરનારા
કવિ : પરાગ પંડયા

ગુજરાતી સાહિત્ય પર વિદેશી કાવ્ય પ્રકારો ની જબરદસ્ત અસરો જોઇ શકાય છે .પણ ગુજરાતી કવિઓ એ તેને પોતાના રંગ માં રંગી ને પોતીકી બનાવી દીધી છે.જેમકે ગઝલ ભલે અરબી,ફારસી કે ઉર્દૂ માંથી આવી હોય આપણા શાયરો
એ તેને ગુજરાતણ બનાવી દીધી છે .ગઝલ આજે ગુજરાતી માં સૌથી વધુ ખેડાતો કાવ્ય પ્રકાર છે એ જ રીતે અંગ્રેજી સાહિત્યમાં થી આવેલ સોનેટ પણ શિષ્ટ સાહિત્ય માં પોતાનું આગવું સ્થાન.પામ્યુ છે  તેમાં મૌલિક કહી શકાય તેવા અનેક પ્રયોગો આપણા કવિ ઓ એ કર્યા છે.તો જાપાનીઝ હઇકુ અને તાન્કા જેવા કાવ્ય પ્રકારો ને આપણા કવિઓ એ અપનાવી તેને આત્મસાત કરવા ના સફળ પ્રયાસો નું સુદર આલેખન આપણે જોઈ, જાણી અને માણી શકીએ છીએ. અરે ! ગુજરાતી માં તો રાજકોટ માંથી મધુ કોઠારી હાઇકુ નું જ ફક્ત સામાયિક ચલાવતા હોય  તે નાની સુની વાત નથી .
પરંતુ તેમા પોતા નો આગવો ચીલો ચાતરનાર કવિ પરાગ પંડયા એ અન્ય જાપાનીઝ  કાવ્ય પ્રકારો માં જે રચનાઓ આપી છે તે કાબિલે દાદ છે .
              પરાગ પંડયા ને હું કયારેય મલ્યો નથી પરંતુ  fb  પર તેમની રચના ઓ વાંચ્યા પછી તેમનો ચાહક બની રહ્યો છું.
રંગીન મિજાજ અને દેવાનંદ ની જેમ સદાબહાર વ્યક્તિત્વ ના
સ્વામી આ સ્રજકે પોતાની આગવી સુઝ  થી સર્જન પ્રક્રિયા માં ગુજરાતી સાહિત્ય ને એક નવી દિશા આપવા નું અદભૂત
કાર્ય તેઓ કરી રહ્યા છે .તેના તરફ દૃષ્ટિ કરવા ની જરુર છે.તેમણે ચીલાચાલુ કાવ્ય પ્રકારો ને બદલે જાપાનીઝ કાવ્ય પ્રકારો માં આપણે ત્યાં ન વપરાતા હોય તેવા કાવ્ય પ્રકારો જેમ કે સાઇજીકી,સેદોકા ,કાંસી,ચોકા,વાકા ,જેવા છંદો     .                                                                 
માં પોતાની કલમ ચલાવી છે. તેમના આ કાવ્યો માં એક તાજગી છે નવીનતા છે મૌલિકતા છે અને તેનો જે મિજાજ છે.તે મને સ્પર્શી ગયો છે .આ પ્રકાર ની રચનાઓ જોવા કે
વાંચવા માં આવી નથી કારણ કે આ કાવ્ય પ્રકારો આપણે ત્યાં વપરાતા નથી .
        આવી જવલ્લે જ જોવા મળતી રચનાઓ ને માણવા ની પણ એક મજા છે કારણ કે તેનું એક અલગ સૌન્દર્ય છે .ઉંડાણ છે.અને  અંદાજ છે તેમના ચાહકો દ્વારા પોંખાયેલા સંગ્રહો જોતાં એમ લાગે છે કે તેઓ એક દિવસ ગુજરાતી સાહિત્યમાં આપ્રકાર ના કાવ્યો માટે અગ્ર સ્થાને .
બિરાજશે તેમાં શંકાને સ્થાન નથી .
     પરાગ પંડયા એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રના વ્યવસાયી અને તે ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા પર રહી સફળતા મેળવ્યા બાદસાહિત્ય ક્ષેત્રે પણ પોતાનુ એક અલગ રીતે સ્થાન બનાવી રહ્યા છે તે ધન્યવાદને પાત્ર છે  .
પરાગ પંડયા ના અત્યાર સુધી.પ્રકાશિત કાવ્ય સંગ્રહો 1,પમરાટ,2,ફૂલ-ભમરો ,3,ઝુમરી તલૈયા, 4,ઉડતો ઇશ્ક, 5,
પિગ્મલિયન મહત્વપૂર્ણ રહ્યા છે
તમનો નવો કાવ્ય સંગ્રહ પણ જાપાનીઝ ચોકા છંદ માં છે.તેનું નામ "મિરલ" એટલે પરિ છે  કવિએ તેના સંગ્રહ માં
છંદ વિષે વિસ્તૃત માહિતી પણ આપી છે.અને તેનું બંધારણ પણ જણાવ્યું છે.આ સંગ્રહ માં કુલ એકસો ચાલીસ     કાવ્યો મલે છે.જેમાં
પ્રણય,મિલન,વેદના - સંવેદના,મસ્તી,જેવા ભાવો સાથે વિષય વૈવિધ્ય  લાગણી ને સ્પર્શી ભાવક ને એક અલગ દુનિયા માં લઈ જાય છે તેમની આ સફળ કાવ્યસર્જનયાત્રા ને વધાવું છું અને વધુ ને વધું આગળ આવે તેવી શુભકામના પાઠવું છું
                                              નટવરહેડાઉ
                                               અધ્યક્ષ
                                     ગુજરાત સાહિત્ય સંગમ
                                         ગાંધીનગર.
                              .  Vanvihari@gmail.com.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ