વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ કથા

એ લાગણીથી લથબથ હતી લાકડી

એ ખમતીધર ખભોને ગલી સાંકડી

હું મોજમાં ને મોજમાં આગળ વધ્યો

અચાનક,સામે એ ગ્યા મળી!


કહું શું? કરું શું? ખબર ના પડે

રોજે – રોજ મળતાં જતાં આપણે

ન બોલીને કેટલુંય એ કહી જતાં

અજાણ્યાં છતાં જાણીતાં આપણે!

અરે વાણીને વર્તન વટાવી ગયાં

બસ,નજર જો મળી!

એ લાગણીથી લથબથ. . . . .


રોજે રોજ મળતાં એ સામે હતાં

નજરને ઝુકાવીને ચાલ્યાં જતાં?

નજરને મલાવી જો વાતો કરે

મારી હા થકી જો એ હા તો કહે

નિઃશાસાને એના હસાવી દઉં

પળભરમાં અરે!

એ લાગણીથી લથબથ. . . . .


કાલે એ ન મળ્યાં કે ચાલ્યાં ગયાં?

ભલા એ ગયાંતો ગયાં છે એ ક્યાં?

એક મુરત સરીખો હું ઊભો હતો

હતો હુંને તોયે છતાં ત્યાં નહોતો!

સમી સાંજે  સન્નાટે દોડી આવ્યાં

એ તો લઈ બંગળી!

એ લાગણીથી લથબથ. . . . .


તમે છો જેવાં કે એવાં એ નથી

કહીને,બતાવી છે વાતો બધી

મારાં માતા- પિતાને હજુએ છળે

ઘર- જાગીર,ને મારું વળતર વહે

હાથ ઝાલી લઈ ચાલો દૂર કશે

પહેરાવીને બંગળી

એ લાગણીથી લથબથ. . . . .


ભાવના આપની હુતો જાણી શકું

પણ,માનવતાને ના હું ટાળી શકું

આજે જો નાશી જઉં હું ખુદ કાજ

જીવનભર કહેવાઉ દગાબાજ

એથી સારું દઈ દઉં બલી

એ લાગણીથી લથબથ. . . . .


હાથ ઝાલ્યોછે એ છુટશે ના કદી

અહીં ભાવોની વધુ વધશે વદી

 મુજ પર તમે જો ભરોશો કરો

આવ્યાંછો તેવા પાછા જો ફરો

બહુ શાનથી હાથ ઝાલી પહેરાવીશ હું બંગળી

એ લાગણીથી લથબથ. . . . .


એ કાંઈ ન બોલ્યાંને પાછા ગયાં

કાકા- કાકીને એંધાણ આછા થયાં

કરું શું? વિચારી હું ઘર પર ગયો

જમ્યો ના,ઊંધો બિસ્તર પર થયો

માં પુછે થયું શું કહે તો ખરાં? ત્યાં

કાકી લાવ્યાં ચૂંદડી!

એ લાગણીથી લથબથ. . . . .


બાદમાં બદલાવ કેવો આવ્યો?

કે'પાગલ! પહેલાં હું હતો ડાહ્યો?

હવે,પાગલપણાની હદ થાય છે

એ તો હતાંને માં પણ ખીજાઈ છે

નઠારો પૂછ્યું ના ને લઈ આવ્યો

જોઈ ના કુંડળી!


એની લાગણીથી લથબથ હતી લાકડી

એ ખમતીધર ખભોને ગલી સાંકડી

હું મોજમાં ને મોજમાં આગળ વધ્યો

અચાનક જ સામે એ ગ્યા મળી?


ઝલક


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ