વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

થાકી જવાય છે

થાકી જવાય છે....

કયારેક આ ગગનચુંબી ઇમારત તો,ક્યારેક આ તળિયા થી થાકી જવાય છે...


ક્યારેક આ લોક ભપકા થી,તો કયારેક આ સાદગી થી થાકી જવાય છે..


કયારેક આ સફર થી તો, કયારેક આ વિસામા થી 

થાકી જવાય છે...


કયારેક આ દ્વિઅર્થી શબ્દોથી તો,કયારેક આ જૂઠી લાગણી થી થાકી જવાય છે....


સફર તો હતો ફક્ત પારણા થી ચિતા સુધી નો...પણ જયદિપ હવે તો આ મરણ થી ય થાકી જવાય છે....

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ