વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભમરડો



         " ભમરડો " 

ભમરડો રે ભાઈ ભમરડો, 

ભમ્મર ભમ્મર ભમતો ભમરડો.

ભમરડો રે ભાઈ ભમરડો, 

લાલ ભુરો ને કાળો ભમરડો.

ભમરડો રે ભાઈ ભમરડો,

દોરીની ઉર્જા સંગ ભમતો ભમરડો. 

ભમરડો રે ભાઈ ભમરડો,

ચિન્ટુ મિન્ટુનો માનીતો ભમરડો. 

ભમરડો રે ભાઈ ભમરડો,

શેરીએ શેરીએ ભમતો ભમરડો.

ભમરડો રે ભાઈ ભમરડો, 

આંગણ આંગણ ભમતો ભમરડો.

ભમરડો રે ભાઈ ભમરડો, 

હથેળીએ હથળીએ ભમતો ભમરડો.

ભમરડો રે ભાઈ ભમરડો,

રીસાણો ભીસાણો મૂંજાણો ભમરડો.

ભમરડો રે ભાઈ ભમરડો,

મોબાઈલ કાર્ટૂન ને ભૂલાણો ભમરડો.

ભભરડો રે ભાઈ ભમરડો,

સ્ટોરરૂમના ખૂણે ખોવાણો ભમરડો. 

ભમરડો રે ભાઈ ભમરડો,

ભમરડો રે ભાઈ ભમરડો. 


Asha bhatt 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ