વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પરીરાણીના દેશમાં

બાળા રાજાઓને પરી રાણીના દેશની સફર કરાવતી નાની ગમ્મતીલી બાળ કથાઓ

ગુજરાતી સાહિત્યમાં બાળવાર્તાઓ વિપુલ પ્રમાણમાં લખાય છે. અને પુસ્તક રુપે પ્રગટ થતી રહે છે. પણ જે સર્જક વ્હાલસોયી દિકરી જે પરીઓ ના દેશમાં દેશમા ગઈ છે. તેને આત્મસાત કરી પરીઓ ના દેશ ની સફર કરાવવા તત્પર બન્યા છે તેવા નાના ભુલકાંઓને ટચુકડી વાર્તાઓ કહી ને સંસ્કાર સિંચન કરે છે તેવા સર્જક ના બાળ વાર્તા ના સરસ મજાના પુસ્તક ની વાત કરવી છે.
"પરીરાણી ના દેશ"માં બાળ વાર્તા સંગ્રહ ના લેખક પ્રકાશ કુબાવત વ્યવસાયે પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલ છે.પરંતુ  ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ સુવર્ણચંદ્ક જેવી કારકીર્દી ધરાવતા  સર્જક છે.ગુજરાત ના જાણીતા સાહિત્યિક સામાયિકો અને બાળ સાહિત્ય ના લબ્ધપ્રથિષ્ઠીત સામાયિકોમાં તેમની રચનાઓ પ્રગટ થવા સાથે સ્નેહલ બહેન નિમાવત અને વશિષ્ઠ લેખક નટવર ગોહેલ ના માર્ગદર્શન થી ખુબ જ સુંદર અને હાથમાં લેતાં જ ગમી જાય તેવા આ પુસ્તક નું શબ્દલોક દ્વારા પ્રકાશન કરાવી સાહિત્ય જગતમાં કરેલ પ્રવેશ  ને સુંદર આવકાર મલી રહ્યો છે તેમાં હું મારો સૂર પુરાવું છું
પરી રાણી ના દેશમાં પુસ્તકમાં કુલ બેતાલીસ બાળ વાર્તાઓ છે .લગભગ તમામ વાર્તા ઓ છેલ્લે બાળકો ને કઇંક  સંદેશ આપેછે. અહી વન વગડા ના પ્રાણીઓ, પક્ષીઓ ની વર્તણુક,સ્વભાવ ને લક્ષમાં લઈ વાર્તામાં પાત્રો તરીકે આલેખી તેમના પરિચય સાથે પરોક્ષ રીતે વર્તન અને વ્યવહાર  કઇ રીતે કરવો જોઈએ  તેનું જ્ઞાન બાળકો ને આપવા  નો અદભુત પ્રયાસ લેખકે કર્યો છે.વાર્તા ઓ નાં શિર્ષક પણ ટૂંકા છતાં બાઇક ને વાચવા પ્રેરે તેવાં આપવામાં આવ્યાં છે તે આ સંગ્રહ ની વિશેષતા છે.તે રીતે દરેક  વાર્તા ને અનુરૂપ વાર્તા ના મધ્યવર્તી વિચાર ને પ્રગટ કરતાં ચિત્રો થી આ સંગ્રહ બાળકો ને વાચવામાં રસ પેદા કરશે તેમાં શંકા ને સ્થાન નથી .આજ ના સમય ની પર્યાવરણ ની સમસ્યા હોય કે દેશ સેવા ની વાત ને લેખકે ખુબ સરળ રીતે સમજાય તે રીતે વાર્તા ત્તવ ને હાની ન પહોંચે તે રીતે આલેખી છે.સંગ્રહ માં
વિષય વૈવિધ્ય પણ ઘણું જોવા મળે છે.અહીં ગ્રહો ની સહેલ છે તો જાદુઇ વીંટી ની વાત પણ છે. વળી હેલ્ધી ફૂડ ના ફાયદા અને ઇન ડોર ગેઈમ ના આનંદ ની વાત પણ છે.સરળ અને પ્રવાહી ભાષા આ સંગ્રહ ની બીજી વિશેષતા છે
જોકે આ પુસ્તક ની સૌથી નબળી બાજુ હોય તો તે પ્રિન્ટિગમાં થયેલી ભુલો છે.જે વાચક ને ખુંચ્યા વિના રહેશે નહી... લેખકે પોતાની લાગણી ની અભિવ્યક્તિ નીજ આત્મ નિવેદનમાં કરી છે. તેમાં ખુબ ભાવુક બની ગયા છે
પરી રાણી ના દેશમાં સંગ્રહ આપવા બદલ લેખકને અભિનંદન પાઠવું છું અને પુસ્તકને આવકારું છું. 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ