વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નોલેજ ગાર્ડન

શિર્ષક-અવનવા સૌરભ થી મહેંકતા જ્ઞાન પુષ્પો નું નોલેજ ગાર્ડન

લેખક-હેમેન ભટ્ટ


આપણી આ સદી જ્ઞાન ની સદી  છે .દરેક ક્ષેત્ર મા જ્ઞાન નો ખુબ જ મહિમા થાય છે અને થતો રહે છે.જ્ઞાની વ્યકિત તેના જ્ઞાન  ના પ્રભાવ થી અનેક લોકો ને આકર્ષી શકે છે અને પોતાનો પ્રભાવ પાડી શકે છે.તેથી જ્ઞાન નું જીવન માં ખુબ જ મહત્વ છે.રોજગાર મેળવવા પરીક્ષા ઓ આપતા યુવાઓ ના જ્ઞાન ની ચકાસણી થાય છે.જ્ઞાન મેળવવા ના આજના જમાના માં અનેક સાધનો ઉપલબ્ધ છે પરંતુ તેમા પુસ્તક સૌથી શ્રેષ્ઠ  માધ્યમ છે કારણ કે તેને એકથી વધુવાર જ્યારે ઇચ્છો ત્યારે વાંચી શકાય છે.તેના તથ્યો અંગે પુરાવા આપી શકાય છે.પુસ્તક જ્ઞાન પ્રાપ્તિ નું ઉત્તમ માધ્યમ છે.આજે મારે તમને જ્ઞાન ની અનેક ક્ષિતિજો ખોલી આપતા જ્ઞાન પુષ્પો ના નોલેજ ગાર્ડન ની સફર કરાવવી છે.
         નોલેજ ગાર્ડન પુસ્તક ના લેખક હેમેન ભટ્ટ છે .આ પુસ્તક માં વૈવિધ્યપૂર્ણ વિષયો ના જ્ઞાન ની વિગતો તસ્વીરો સહિત કુલ 45  લેખો માં સમાવવા માં આવેલ છે આ લેખો અગાઉ  જાણીતા અખબાર ફૂલછાબ  માં કોલમ રૃપે પ્રગટ થઈ ચુક્યા છે  જેણે વાચકો માં લોકપ્રિય બન્યા છે ત્યારે જ્ઞાન ના ખજાના જેવા આ લેખો નું મહત્વ વધી જાય છે.
     આ પુસ્તક ની પ્રસ્તાવના જાણીતા લેખક ડૉ.ભદ્રાયુ વછરાજાની એ"સહજતા થી જ્ઞાન ની પગદંડી એ વિહરતાં" શિર્ષક થી લખી છે.જેમા તેઓ જણાવે છે કે હેમેન ભટ્ટ હળવાશ ના માણસ છે.મૃદુ અને ઋજુ વ્યકિત છે.નોલેજ ગાર્ડન માં નાના ટચુકડા પ્રશ્ન થી લઈ ગંજાવર વિજ્ઞાન સંસ્થાઓ સુધી નું જ્ઞાન આ બાગ માં રોપાયું છે.અને તેના મઘમઘતાં પુષ્પો વાચકો એ સુંઘયા છે.
જ્ઞાન ની ન સમજાય તેવી વાતો કરી શ્રોતાઓ ને આંજી દઈ તેની પ્રશ્ર્ન કર્તા ની શક્યતા  ને મુરઝાવવા તત્પર વક્તા ઓ
લેખકો અને ગુરુઓ થી દેશ આજછલકે છે ત્યારે હેમેન ભટ્ટ નું નોલેજ ગાર્ડન જ્ઞાન ના ખળખળતા ઝરણાં ના કિનારે કિનારે ઉગેલાં રંગીન પુષ્પો સુગંધ સભર ઉધાન છે.આવા હેતાળ હેમેન ભટ્ટ ના જ્ઞાન ઉધાન માં એક ઢળતી સાંજ કે ઉગતું પ્રભાત ગાળવા મળ્યું તેને હું લ્હાવો ગણું છું તમારે પણ આ લ્હાવો લેવો જ રહ્યો
આ પુસ્તક લેખકે તેના સ્વ. માતા,પિતા ને ભાવ વંદના સાથે અર્પણ કર્યુ છે.
       નોલેજ ગાર્ડન માં આપણું રાષ્ટ્રપતિ ભવન,એવરેસ્ટ ની ઉંચાઇ,સી.બી.આઇ શું છે?, ટીન એજર્સ ની ટનાટન કહાનીઓ, સામાજિક ચોર જેવા વિષયો ને અહી સમાવવા માં આવ્યા છે.
લેખકે પોતાનું આત્મ નિવેદન "મારી વાત " શિર્ષક થી આપ્યું છે. તેમાં તેઓ જણાવે છે કે જ્ઞાન મેળવવા ના બે માર્ગો છે.એક ગુરૂ અને બીજો ગ્રંથ, જેમ જેમ આપણું નોલેજ વધે છે.તેમ આપણ ને ખબર પડે છે કે આપણે કેટલું  જાણવાનું બાકી છે.નોલેજ ગાર્ડન લેખક હેમેન ભટ્ટ નું પ્રથમ પુસ્તક છે.જેમા લેખકે ખુબ  ચીવટ લીધી છે.તેઓ વ્યવસાયે પત્રકાર  છે.
નોલેજ ગાર્ડન જેવું જ્ઞાનસભર પુસ્તક આપવા બદલ તેમને અભિનંદન પાઠવું છું  અને પુસ્તક ને આવકારું છું.
નોલેજ ગાર્ડન (સામાન્ય જ્ઞાનની માહિતી )

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ