વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દિલની લાગણીઓ

દિલની લાગણીઓ

***********

દરેક વ્યકિતને લાગણીથી જ જીતી શકાય છે.લાગણીની કોઈ પરિભાષા હોય ?જવાબ હશે ના.લાગણી કોઈ ભાષા હોઈ જ ન શકે.એને વ્યક્ત કરવા માટે હંમેશા શબ્દોની જરૂર હોતી નથી.એ તો કીધા વગર પણ સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય છે.કોઈપણ વ્યક્તિ લાગણી વગર રહી શકે જ નહીં.દરેક વ્યક્તિનું મન હૂંફ અને લાગણી માટે તરસતુ હોય છે.નાનું બાળક હોય,યુવાન હોય કે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય દરેક વ્યક્તિ લાગણી માટે તરસતી હોય છે.લાગણીને તમે જેમ રોકો તેમ એ વધતી જાય છે.લાગણીને બાંધી શકાય નહીં ,રોકી શકાય નહીં.લાગણીને ઉંમરથી કોઈ લેવાદેવા હોતા નથી.ક્યારે ક્યારે આપણે આપણી લાગણીઓને દબાવી રાખીએ છીએ,છુપાવી રાખીએ છે.કોઈ એવા ડરથી  કે લોકો શું કહેશે,લોકો શું વિચારશે.આ ડર આપણને ક્યારેય લાગણી વ્યક્ત કરતા રોકી લે છે.એક નાનો બાળક બોલી નથી શકતું તો પણ એની દર્શાવેલી લાગણી આપણે સમજી જતા હોઇએ છીએ.મૂંગુ જાનવર પણ લાગણીને સમજતો હોય છે.તમારા દરવાજે કોઈ કૂતરો રોટલી માટે આવતો હોય રોજ તમે એને પ્રેમથી ખવડાવો તો જે ખાશે ,પણ ફેકી ને આપશો તે ક્યારેય નહીં ખાય.

             આપણા સમાજના લોકો ક્યારે કોઈ સંબંધને જાણ્યા વગર ખોટો પણ દર્શાવતા હોઈએ છીએ.ક્યારે ક્યારે આપણાને આપણા કોઈ મિત્ર પ્રત્યે  મનમાં કૂણી લાગણી જન્મતી હોય છે.એ લાગણી શુદ્ધ પવિત્ર અને એક મિત્ર તરીકેની પણ હોય છે.જ્યારે કોઈ સ્ત્રી કોઈ પુરુષ સાથે અડધી રાતે વાત કરે તો એ એનો પ્રેમી હોય ,તેવું નથી હોતું.એક નિર્દોષ ભાવ ની મિત્રતા પણ હોય.ક્યારે ક્યારે આપણે સમજ્યા વગર, જાણ્યા વગર,કોઈ પણ સંબંધને કોઈપણ નામ આપી દેતા હોઈએ છીએ .શું એ યોગ્ય છે.?મારી દ્રષ્ટિએ બિલકુલ વ્યાજબી નથી.એક સ્ત્રી અને પુરુષ વચ્ચે નિર્દોષ લાગણી પણ હોઈ શકે છે.આપણે બધું કહીએ છીએ પણ કેટલા અંશે અને સ્વીકારીએ છીએ ?તરત આપણે એ સંબંધ પર આંગળી ચીંધે છીએ કે આટલી અડધી રાતે શું વાત કરતી હશે.શું સંબંધ છે એવો.?જો એમાં એ પરણેલી સ્ત્રી હોય તો વધારે પ્રશ્ન અને એની છબી ખરાબ ચીતરીએ છે.શું હક બને છે આપણને કોઈને ચારિત્રહીન કહેવાનો એ પણ  એ સંબંધ ને જાણ્યા વગર.આજ નો સમય એટલો ઝડપી દોડી રહ્યો છે કે કોઈને કોઈ માટે સમય હોતો નથી. એવા માં વ્યક્તિ એકલતા અનુભવતી હોય છે.એને હંમેશા લાગ્યા કરે છે કે મારી લાગણીઓને કોઈ સમજતું નથી.આજે ટેકનોલોજીએ આધુનિક  સોશિયલ મીડિયાના એટલા માધ્યમો છે કે વ્યક્તિને ક્યાંક ને ક્યાંક એવી કોઈ વ્યક્તિ મળે છે કે તે પોતાના મનની વાત કહી શકે.કોઈ એક વ્યક્તિ પણ જો એના મનને અડી જાય તો એને એવું લાગવા માંડે છે કે આ વ્યક્તિ મારી લાગણીને સમજી શકે છે અને તે પોતાના મનની લાગણીઓને ત્યાં ઠાલવી દે છે.લાગણી અોને કોઇ ઉંમર હોતી નથી એ તો દરિયાના મોજાની જેમ હોય છે.જો કહીએ તો લાગણીઓને નદીની જેમ વહેવા દો અને ક્યાંક સમુદ્રમાં સમાઇ જવા દો.કોઈ સાંઈઠ- સિતેર  વર્ષની વ્યક્તિ પોતાના માટે જીવનસાથીની તલાશમાં હોય તો ક્યારે ક્યારે એનો મજાક બનાવવામાં આવે છે કે જોવો આ ઉંમરમાં કેવો શોખ જાગયો છે.એ  ઉંમરમાં જો વ્યકિત જીવનસાથી શોધતી હોય તો કયાંક ને કયાંક એને હૂંફ અને લાગણીની જરૂર હોય છે.આ ઉંમરમા વ્યક્તિને સેક્સ નહીં પણ લાગણીની જરૂર પડે છે.જીવનના આ પડાવ પર પહોંચ્યા પછી તેની જવાબદારી પૂરી થતી જાય છે.જો જીવનસાથી હોય તો કોઈ પ્રોબ્લેમ હોતો નથી , પણ બે માંથી એક મૃત્યુ પામી હોય કે હયાત ના હોય તો એ વ્યકિતની એકલતા એને કોરી ખાતી હોય છે , કેમ કે સંતાનો તેમની જવાબદારી પૂરી કરતા હોય છે એ એમના સંતાનમાં રચ્યાપચ્યા રહે છે જેથી એમની પાસે ટાઈમ હોતો નથી.એ વ્યકિતને એકલતા નિરાશ કરતી હોય છે.એ સમય કોઈનો સાથ ,લાગણીની જરૂર હોય છે.કોઈપણ વ્યક્તિ લાગણી વગર જીવી ન શકે.ક્યારે ક્યારે એવું પણ બનતું હોય છે કે પરણિત વ્યક્તિને કયારે કયારે બીજી કોઈ વ્યક્તિ માટે લાગણી થઈ જતી હોય છે,તો એ લાગણીને ખોટું નામ આપી ન શકાય એ લાગણી પવિત્ર પણ હોય છે.આ મન તો ચંચળ હોય છે જે લાગણીશીલ હોય છે.જ્યાં એને  લાગણી મળે ત્યાં એની તરફ દોરી જાય છે.વૈભવી શોખ થી લાગણી ખરીદી શકાતી નથી.મનુષ્ય કયારે કયારે પોતાની લાગણીને મારીને પોતાને મારતી હોય છે.જે એ માને છે પણ સમાજ ના ડરે એ સ્વીકારતી નથી.એ એવુ માને છે કોઈ એને ખોટું સમજશે તો ,એની લાગણીને ખોટી સમજવામાં આવશે તો એટલે એ લાગણીને દબાવીદે છે.લાગણી તો સ્નેહની ભૂખી હોય છે.બસ એને સમજનારુ કોઈ મળવું જોઈએ.દરેક વ્યક્તિ લાગણીશીલ તો હોય જ છે કોઈ વધારે તો કોઈ ઓછી હોય છે. ક્યારે ક્યારે આપણને પોતાને પણ ખબર નથી હોતી કે આપણાં દિલમાં કોઈ માટે લાગણી જન્મ લઈ ચૂકી છે ,લાગણી તો નિર્દોષ હોય છે એને કોઈ સ્વાર્થ હોતો નથી.જ્યાં સ્વાર્થ આવે ત્યાં મતલબ આવી જાય.જો મતલબ આવ્યો તો લાગણીની કોઈ જગ્યા હોતી જ નથી.કોઈ પણ ઉંમરમાં કોઈ પણ વ્યકિતને કોઈ પણ વ્યકિત માટે લાગણી થઈ જતી હોય છે. લાગણી પર અંકુશ લગાવી શકાતું નથી.તે વ્યક્તિને કંટ્રોલમાં હોતી નથી.આજનો આધુનિક સમાજના લોકો ધણીવાર મેરેજ માટે સુંદરતાને મહત્વ આપતા હોય છે ,પણ શું સુંદરતા કાયમ  ટકી શકે છે?આકર્ષણ થોડા સમયનું હોઈ શકે પણ લાગણી એ કયારે આકર્ષણને લીધે નથી હોતી.સુંદરતા તમને ક્યાં સુધી એ સંબંધ સાથે બાંધીને રાખે છે.જો સબંધ સુંદરતા સાથે જોડાયેલો હોય તો ,સુંદરતા હોય ત્યાં સુધી છે એ સંબંધ રહે છે.લાગણી ત્યારે જ જન્મ લે છે જ્યારે વ્યક્તિના મનને કોઈની હુંફ મળે.એના મનને કોઈ સમજતુ હોય  એટલે મન તેના તરફ દોડે છે.કોઈ જો તમને સમજે છે ,તમારી લાગણીઓને સમજે છે તો તમારી લાગણીઓને સમજે છે તો એમાં કશું ખોટું નથી .જરૂરી નથી કે દરેક સંબંધનું એક નામ હોય ,ક્યારેય ક્યારેય નામ વગરના સંબંધો પણ લાગણીને લીધે મજબૂત સાબિત થાય છે.કોઈ પણ સંબંધને જ મજબૂત બનાવવો હોય તો એમાં વિશ્વાસ ખૂબ જ જરૂરી છે.જ્યાં સુધી સંબંધમાં વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમારી પાસે પોતાના મનની વ્યર્થા તમને નહિ જણાવે. ત્યાં લાગણીઓનો કોઈ અવકાશ હોતો જ નથી કેમ કે ત્યાં વિશ્વાસ ની ઉણપ હોય છે.

       પોતાના મનની લાગણીઓને ક્યારેય દબાવશો નહીં.એને વ્યકત કરતાં શીખો.જો તમે જ ખુશ નહિ હોવ તો બીજાને ખુશ કેવી રીતે રાખી શકશો.બીજાને ખુશ રાખવું એ ખૂબ જ સારી વાત છે પણ પોતાના આત્માને દુઃખ પહોચાડવું એ કોઈ સારી વાત નથી.લાગણી એ તો નિષ્પાપ વહેતુ એક નદીનું ઝરણું છે.જે તમને શીતળતા આપતી હોય છે. કેટલી પણ તકલીફ હોય,દુઃખ હોય જો લાગણીને સમજનાર કોઈ હોય તો એ તકલીફ દર્દમાં આપણાને રાહત મળતી હોય છે.કેમકે લાગણીઓની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી.


ચૌધરી રશ્મીકા ``રસુ´´

અમદાવાદ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ