વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાઈકુ શબ્દસાગર-૪

વર્ણાનુંપ્રાસ હાઈકુઓ..!


☘️🌹🌻🌹☘️


(૧)


ગાંધી બનીને

ગર્જે, ગાંધી વિચારો;

ગોપાળ નાનો..!      

 

(૨)


જંગે આયખું,

જીતાડીને જીતશે,

જરઠ ભલે..!      

       

(૩)


અધૂરી આશા,

અર્ધાંગિની રાહમાં,

અધિરી રાત..!       

 

(4)


દુઃખી ચહેરે,

દુઃખભરેલી યાદ,

દડતી આસું..!       


(૫)


ભોળા નયનો,

ભાલે ચાંદલો મોટો,

ભોલુડી ભાર્યા..!      


(૬)


કલમ દોડી,

કર્યો, શબ્દોનો વાર;

કલેજા પર..!     

(૭)


લાપત્તા થયો,

લીલાછમ વડમાં,

લીલુડો સુક..!       


(સુક=પોપટ)


(૮)


માથે લઈને,

મકાન ગજવતી,

મળી માથાની..!    


(૯)


રમતું માંડી,

રમાડે, પૂરું જગ;

રમતો જોગી..!     


(૧૦)


મૌન આંખોમાં,

મુક શબ્દસંધાન,

મૌન જીવન..!         



📝 એકાંતની કલમે..


☘️🌹🌻🌹☘️


જયંતિલાલ વાઘેલા (એકાંત)


વર્ણાનુપ્રાસ હાઈકુ રચના (5,7,5)


જાપાનીઝ પદ્યસ્વરૂપોની આ (5,7,5) ની રમતમાં પુષ્કળ વૈવિધ્ય ભરેલું છે.હાઈકુ જેવાં પદ્ય સ્વરૂપો એ જાપાનની વિશ્વને મળેલી અણમોલ ભેટ છે.

કવિ શ્રી બાશોએ કહ્યું છે કે હાઈકુમાંથી જેટલા વધારે અર્થ-સંકેતો,શબ્દચિત્રરૂપે પ્રગટ કરી શકીએ,તે હાઈકુ ઉત્તમ પ્રકારનાં ગણાય..!



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ