વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાછો ફર્યો છું હું

 

પાછો ફર્યો છું હું (કાવ્ય સંગ્રહ)

લેખક - જીતેન્દ્ર પ્રજાપતિ

તમને પુછે કે કવિતા ની તાકાત કોઈ  કેટલી ? તો તમે જરુર વિચારવા લાગશો કે આ પ્રશ્ન કેમ ઉદભવ્યો .તો હુ તમને કહી દઉં કે કવિતા ની તાકાત એટલી છે કે તેણે અનેક સલ્તનતો ને હલાવી દીધી છે  અને અનેક ને ઉખાડી ફેંકી છે
આજે મારે એવી કવિતા ની વાત કરવી છે. જેના એક મુક્તક ની ચાર લાઇનો વાંચતા વૃધ્ધાશ્રમ માં પોતાની માં ને મુકી આવેલ દિકરા નું હદય પરિવર્તન થાય છે અને તે માતા ને ઘેર  પાછી લઈ આવે છે એટલું જ નહી પણ પોતે કવિ સાથે વાત કરે છે.અને માતા સાથે પણ વાત કરાવે છે. ત્યારે લાગ ણી ભીનાં હૈયાં માથી ટપકતી ભીનાશ આંખ ના અશ્રુ બની ટપકવા લાગે છે.આ કવિ નો કાવ્ય સંગ્રહ  હમણા જ પ્ર ગટ થયો છે તેની વાત કરવી છે.
    " પાછો ફર્યો છું હું "કાવ્ય સંગ્રહ  ના કવિ જીતેન્દ્ર પ્રજાપતિ છે આ સંગ્રહ માં આપણ ને 101 ગઝલો અને 21 મુકતકો મલે છે કવિ એ અહીં લાંબી અને ટૂંકી બહર નો ખુબ
સરસ ઉપયોગ કર્યો છે.રદીફ અને કાફિયા માં થોડી નવીનતા અને તાજગી છે તેની સાથે મહતમ પરંપરાગત.રદીફ ને અનુસર્યા છે.મુકતકો ચોટદાર અને અસરકારક છે ગઝલ ની એક વ્યાખ્યા મુજબ "માસુકા સાથે ગોષ્ઠિ" પણ અહીં કવિએ નાનપણ માં માતા પિતા નું છત્ર ગુમાવ્યું હોઇ માતા પિતા અંગે ની સંવેદનસભર ગઝલો આપી છે.અને વિષય વૈવિધ્યપૂર્ણ આધુનિકગુજરાતી ગઝલ ના વિચારને આત્મસાત કર્યા છે.આ કાવ્યસંગ્રહગુજરાતસાહિત્યઅકાદમી ની આર્થિકસહાયથી પ્રકાશિતથયેલ છે..
                કવિએ પોતાનું આત્મ નિવેદન "મારી વાત " શિર્ષક થી રજુ કરતાં જણાવ્યું છે કે " ગઝલ મને અંદરથી ભીનો રાખે છે,ગઝલ મને મારી ભીતર લઈ જાય છે.ગઝલ મારા જીવન નો શ્વાસ છે. "આવી ગઝલો માંથી થોડાં ઉદાહરણ જોઇએ.
આંખ પણ છે પ્હાડ નો પર્યાય દોસ્ત,
અશ્રુના આકારે જ્યાં ઝરણા ફૂટયાં,
             .દિવા ના ખૂન નો આરોપ અંધારા ઉપર લાગ્યો ,
              હવા ની હાજરી ત્યાં કોઈ ને ન ધ્યાન માં આવી
કાગળ ના કારખાના બહુ વધતાં થયા કરે,
એક દિન વૃક્ષો વિના ધરા બંજર બની જશે ,
,                  ખેંચતું કાયમ મને ગઇ કાલ માં,
                  એક આંસુ એવું છે રુમાલ માં ,
ધર્મ ગ્રથો ખોલવાથી કૈજ વળવા નું નથી ,
એકબીજા નો અહીં બસ હાથ ઝાલી જોઈએ,
   અને હવે મુક્તક ને માણીએ ચોટદાર અને હદયસ્પર્શી જરુર લાગશે લ્યો આ રહ્યાં .
ગઇ છે દુનિયા થી દૂર ,છતાં સામે ખડી છે માં,
અમારે મન સદા ઇશ્વર તણી ખૂટતી કડી છે મા,
નિહાળું છું કદી ઘરડાંઘરો તો થાય છે મનમા ,
ઉછેર્યો હેત આપી ,એ જ દિકરા ને નડી છે માં,
     ***** ***** *******     *&*******
અડીખમ થઇને જીવન જીવતા જોયા પિતા ,
પરિસ્થિતિ કને ક્યારેય ના રોયા  પિતા ,
સહી દુઃખ ની પળો ને કાયમી હસતાં મુખે,
કરુણતા છે ખુશી આવી ત્યારે ખોયા પિતા,
                   ******   *******     *******
સ્વપ્ન માં ભાળી  તી એવી તું નથી ,
આંખ માં સ્થાપી  તી એવી તું નથી,
એકદમ બદલાઇ ગઇ છે તું હવે ,
મેં તને ચાહી તી એવી તું નથી.
  કવિ જીતેન્દ્ર પ્રજાપતિ ખેડા જિલ્લા ના કપડવંજ તાલુકા માં
ઘડીયા ગામ ના વતની છે.હાલ માં તેઓ બગદાણા ખાતે શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલા છે. ત્રણ ગઝલ સંગ્રહો અને ત્રણ બાળગીતો ના તેમના સંગ્રહો પ્રગટ થયા છે જે ગુજરાતી સાહિત્ય પરિષદ અને અંજૂ-નરસી પારિતોષિક થી પોંખાયા છે કવિ ના આ સંગ્રહ ને આવકારું છું અને કવિ ને અભિનંદુ છું.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ