વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિશ્વકલાકાર

"વિશ્વકલાકાર"

ધરબી ધરતીમાં જોને નાનકડા બીજે

                         પોતાની સમૂળી જાત

ઓગાળ્યું  અસ્તિત્વ આખુંય એનું

                    રચવાને નવીનતમ ભાત..

માટી માંહી થી જળ સીંચ્યા મૂળિયાએ

    ને પાંગર્યો ત્યાં લીલેરો ઉત્સવ

સૂરજદાદા એ  આપ્યા આશિષ એને

               આંબવાને આકાશના અંગ

 વાયરા ને મૌસમનો સ્નેહ સ્પર્શયો એને

                         ઝૂમેછે એ ચારેય દશ

નાનીશી કળીએ તાણ્યું ત્યાં ડોકુ ને

                     ફૂલડાં એ વેર્યા ત્યાં રંગ

મહેંકી માટી ને રસ પીએ પતંગિયા

                     ગાયછે વસંતના ગીત

અકળ કરામત "વિશ્વ કલાકાર" તારી

          વણસમજે નમાવીએ તને શીશ..

                   

                       "તુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ