વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નકકી છે

        "નક્કી છે"

જન્મ નક્કી છે,મૃત્યું નક્કી છે,
કરેલાં સારાનરસા કર્મોનું ફ્ળ નક્કી છે.

સમય નક્કી છે,સંગાથ નક્કી છે,
એકમેક નો જીવનસાથી નક્કી છે.

કરો સારું તો તમારું સારું થવું નક્કી છે,
કરો ખરાબ બીજાનું તો તમારું ખરાબ થાવું નક્કી છે.

જીવિલો જીવન આનંદથી પછી જાવું નકકી છે,
કરશો મળેલાં સમયનો સદઉપયોગતો તમારી યાદ નક્કી છે.

લઇજવાની તો કોઈ વ્યવસ્થા જ નથી કુદરતની,
આપીને જાવ કંઇક સારું,તો દુનિયા યાદ કરશે એ નક્કી છે

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ