વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાંપણ પાળ

મારા અશ્રુનો બંધ તું રોકી રાખ

મારી લાગણીનો પ્રવાહ વહેતો કરી નાખ.


મારા ઇશારાને વાચા દઇ નાખ

મારી ઊર્મિઓને સંતાડી રાખ.


મારી નજરને ઊંચી કરી નાખ

વહેતાં લાવાને ઓકતો કરી નાખ.


આશાવાદી અભિગમ મારો જાળવી રાખ

ઉગતાં સૂરજ જેવી દ્રષ્ટિ કથન કરી નાખ.


મારી પાંપણ પાળ બધું તુજ કામ

કાર્યવાહી મારી સંપૂર્ણ કરી નાખ.


???? તોરલ શાહ (તોશા)



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ