વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાષ્ટ્ર વાદ

          યુક્રેન અને રૂસ  વચ્ચે સંઘર્ષ નાં સદભૅ માં ઘણી બધી માહિતી મીડિયા દ્વારા આપણી સુધી પહોંચી રહી છે . વિશ્વ ભર નાં બૌદ્ધિકો આવનારા સમય પર આ યુદ્ધ  સમગ્ર દુનિયા પર ક્યાં પ્રકાર ની અસર કરશે  તેનો ક્યાસ  કાઢી રહ્યા છે . પેટ્રોલીયમ પ્રોડક્ટ નાં ભાવ થી લઈ વિશ્વ નાં દેશો વચ્ચે સંવાદિતા અને યુદ્ધ ની નિરર્થકતા જેવા વિષયો પર નિષ્ણાંતો પોતાનો મત વ્યકત કરી રહ્યાછે . તનાશાહી અને માનવતાવાદ અને ભવિષ્ય માં ઉતપન્ન થનારી આર્થિક સમસ્યા વિશે પણ  ચર્ચા ચાલી રહી છે .  તો વળી કેટલાક  લોકો   વિશ્વ નાં દેશો વચ્ચે બદલાતા સંબધ  નાં સમીકરણો નું ગણિત માંડી રહ્યા છે . આવી ચર્ચાઓ વચ્ચે એક  વાત કે જેના ઉપર  ઓછું ધ્યાન ગયું છે કે આ યુદ્ધ ની યુક્રેનિયન પ્રજા પર  કેવી અસર થશે  !....
                યુક્રેન વિશ્વ નું  એક માત્ર એવું રાષ્ટ્ર છે . જેનો બે વખત જન્મ થયો હોય . સૌપ્રથમ 1918 થી 1920  એટલેકે ત્રણ વર્ષ નાં ટૂંકા ગાળા માટે એ એક રાષ્ટ્ર તરીકે અસ્તિત્વ માં આવ્યું .ત્યારબાદ 1991 માં સોવિયેત યુનિયન નાં વિઘટન સમયે  ફરીથી સ્વતંત્ર થયું .
          રાષ્ટ્રો  કથાનકો થી ઘડાતાં  હોય છે . જમીન ઉપર લકીરો ખેચી લેવાથી રાષ્ટ્રો બનતા નથી.  ' અમારે સવારી નહીં હથિયારો જોઈએ છે .'  યુક્રેન નાં રાષ્ટ્રપતિ નું આ વાક્ય તેની પ્રજા માટે  યુધ્ધમંત્ર બની ગયું છે .  'ઘાસ ની રોટલી ખાઈ લેશું પરંતુ મોગલો સામે માથું નહીં નમાવું .' મહારાણા પ્રતાપ ની આ ખુમારી  યુક્રેન નાં રાષ્ટ્રપતિ નાં આ કથન માં અનુભવાઈ રહી છે.  રાષ્ટ્રો ની રચના માં ટેંકો ની નહીં પરંતુ કિસ્સાઓ અને કહાનીઓ ની ગણના થી થાય છે . અને અત્યારે યુક્રેન ની પ્રજા  એ કહાનીઓ ઘડી રહી છે .  બરફ નાં પહાડો ઉપર એના બહાદુરો  રશિયન યુદ્ધ જહાજો ની સામે બાથ ભીડી રહ્યાં છે , જેના નાગરિકો રશિયન ટેન્કો ને રોકવા માટે રસ્તા વચ્ચે બેસી જતા હોય  અને જેના સિવિલિયનો કિવ ની ગલીઓમાં કૂચ કરતાં  રશિયન સૈનિકો પર સાતમાં   માળે થી હાથે બનાવેલાપેટ્રોલ બોંબ ફેકી રહ્યા હોય અને જેની સ્ત્રીઓ બાફેલાં રાઈસ પર ખાલી મીઠું ભભરાવી એના સૈનિકો ને ખવડાવી રહી હોય . .... આવા કિસ્સાઓ થી રાષ્ટ્રો બનતાહોય છે..  આવનાર પાંચ - દસ કે પચ્ચીસ વર્ષ પછી  યુક્રેન ની આ વિભિષિકા ની ગાથા એના બાળકો  સાંભળશે !.. એનાં સાહિત્યકારો  લોકો ની આ યાતના પર નવલકથાઓ લખશે .. અને એમાંથી નવા નાયકો ઉભરશે ..  એના પર ફિલ્મો બનશે !..  એના સંગીતકારો આ પીડાની ઓપેરા ગાશે !.. ચિત્રકારો  એના વીરત્વ માં લાલ રંગ પૂરશે !... નાના નગરો કે કસ્બા માં  આ નાયકો ની મૂર્તિ મુકાશે ... અને આ રીતે યુક્રેન નો એક રાષ્ટ્ર તરીકે નો પિંડ ઘડાશે ..એની રાષ્ટ્રીય ચેતના ને એક આકાર મળશે ... અને કદાચ .... ત્રીજી વાર  યુક્રેન જન્મ લેશે !!....કદાચ... ખબર નહીં .. પણ કદાચ આવું બનશે ..!
                           શૈલેષ દુધાત
     
       
     
            
            

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ