વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્ત્રીદિવસની શુભેચ્છાઓ

Happy Women's Day

'હું', હું એટલે શું... હસવ, માત્રા અને અનુસ્વાર...ને એમાં પછી સ્ત્રીની  પરિભાષા મળે એટલે સર્જાય રંગોળીની દુનિયા, સપનાઓની દુનિયા, લાગણીઓની દુનિયા, દુનિયા જે બહુ જ રસપ્રદ છે, જેનામા આકર્ષણ છે, જે જીવંત છે...એમાં નખરા છે તો સમજદારી દેખાય નહીં એવી છે...સ્ત્રી દરિયા જેવી તોફાની છે તો મારી સાંજ જેવી  શાંત છે...આકાશ જેવી વિસ્તારતી પણ જો કોઈ ભુલ કરી ને માફી માંગે તો કપાળ ના ચાંદલા જેટલું નાનું અસ્તિત્વ થઈ જાય તેનુ

સ્ત્રી જીવ નો સંચાર કરતી ને છત્તાં પોતાના જીવ માટે હમેશાં કંઈક ને કંઈક માંગ્યા કરતી...

મારા મોટા દીકરાએ એક વખત કહ્યુંતું કે અંગ્રેજોએ જે કર્યું  આપણી સાથે...શું આપણી પ્રજા એને લાયક નહોતી?...સ્ત્રીઓની સતી પ્રથા, એમના પર કરવામાં આવતા અત્યાચાર તે વખતે કોઈ ગાંધી કેમ નહી?સ્વતંત્રતાની વ્યાખ્યા ક્યાં ગઈ હતી...એ વખતે

21 મી સદી હોય કે 2 જી મોટા ભાગે સ્ત્રીઓને સમાજમાં કાં તો માંગી ને મળ્યું છે  એટલે જે અને જેટલું મળે ચલાવી લો...કાં તો લડીને મેળવો તો પછી તમે સમાજમા એકલા પડો...ભલે  એ ખુશ રહેવાની પોતાની પરિભાષા જ કેમ ના હોય....હું કેવી રીતે જીવીશ એની જગ્યાએ હું કોના કોના માટે જીવીશ, જીભ બંધ રાખીશ, શોખ બદલીશ, પહેરવેશ બદલીશ, રીતિ રિવાજો કે માથું બહું દુઃખે ત્યારે હકથી આરામ કરવાની આદત બદલીશ,અટક પણ બદલીશ, હું બહું chosy છું માં થી મને બધું ફાવશે, ના નથી ગમતું આ વાક્ય પણ આવું તો કઈક પરાણે થોકાડી મારી,
ઈચ્છાઓ ને ઉમંગ પર, પાણી ફેરવવાનું અને આ બધુ જો હું પરણું તો ને પરણું તો આવું તો થાય જ બાકી બધો આસ્વાદ પોત પોતાના સ્વભાવ અને ભાગ્ય અનુસાર...

ને હા આના થી મળતો પણ સાવ જુદો અનુભવ કારકિર્દીમાં...સ્ત્રીઓ શું sports કરવાની!...ગાડી અથડાઈ?સ્ત્રી ચલાવતીતી ને ! એનો જ વાંક હશે...સ્ત્રીઓ ને શું દેશ ચલાવતા આવડે, સ્ત્રીઓની બુદ્ધિ પાનીએ... આગળ વધવું હોય તો સ્ત્રીઓ એ વ્યક્તિત્વ બદલવું જ પડે...(હવે તો નવુ ઊમેરાયુ દારુ ને સીગરેટની ખોટી ટેવ અપનાવે તો સ્ત્રીઓ forward પણ હા એ જ સ્ત્રી જો પોતાની ખુશી માટે કોઈ નિર્ણય લે પછી જુઓ)

World War 2 પછી કઈ કેટલુંય બદલાયું પણ સ્ત્રીઓ માટે દુનિયાની બધી જ દિશાઓ હજી એમ જ મો ચઢાવી ને ઊભી હોય એવું લાગે છે

સમાજમાં સ્ત્રીઓ માટે જે ફેર ફાર આવ્યા છે એના માટે હું કોઈ ધન્યવાદ નથી કરવાની કારણ કે એ આપણા હક  છે જે કેટલાય સમયની લડત પછી બહુ જ ઓછા પ્રમાણમા જોવા મળે છે જે બિલકુલ સરાહનીય નથી ગુંજન સક્સેના, પીંક, કહાની, સ્ત્રી, ચક દે ઈન્ડિયા કોઈ પણ ફિલ્મ જોઈ લો સ્ત્રીઓ ને સંઘર્ષ એટલે કરવો પડ્યો છે કારણ કે એ સ્ત્રી છે...પુરુષથી એની તાકાત, એનુ વ્યક્તિત્વ જરીકે ઊતરતુ ભલે નથી પણ જુદુ જરુર છે

અંતે એટલું જ કહેવાનું કે હું કોઈ ની પુંજી નથી...પુરુષો ના કોઈ ભેદભાવમાં પડ્યા વગર જ કહીશ હું કોઈ ની પૂંજી નથી હું ખુદ ગરબીમાં ઝગમગતુ એક તેજપુંજ છું..હું કોઈ વસ્તુ નથી કે નથી દેવી  હું માણસ છું, હું સ્ત્રી છું...મારા વગરની દુનિયાની કોઈ વાત હું નથી કરતી પણ મારા સાથ ને એના મહત્વની વાત જરૂર કરું છું...હું પુરુષ સમોવડી  જરૂર છું પણ પુરુષ થી અલગ છું...એની પુરક છું

"હું કોઈ કવિતાનો ભાગ બનુ ના બનુ, હું ખુદ એક મુક્તક" છું

મોસમી/માનુની

સ્ત્રીદિવસ નિમિતે શુભેચ્છાઓ

#ગુજરાતી #સ્ત્રી #womensday2022

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ