વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નફરતની આંધી




ગઝલ

નફરતની આંધી


મેં તમારી સાથે ખોટી કોઈ ચર્ચા ક્યાં કરી છે ?

કે તમારી આંખમાં નફરતની આંધી ફરફરી છે ?


કોક માટે એ બહુ ઝાઝું અને સૌથી વધુ છે,

આપને માટે જે બહુ થોડું, જરીમાં પણ જરી છે.


કોક અણજાણ્યા સ્થળે સાવ જ અચાનક જાય અટકી,

આપણે ક્યાં એટલી નબળી સફર આ આદરી છે ?


લાગે છે કે દૂર કે નજદીક કૈ હુમલો થયો છે,

કે પછી શું આપણા પાપે આ ધરતી થરથરી છે ?


ઓમગુરુ આંખ સાથે કાન પણ ખુલ્લા હતા પણ,

આ અધૂરી સમજણે મારી દશાને છેતરી છે.

- ૐ ગુરુ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ