વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પડઘા



ગઝલ

પડઘા


ભળી જાય જે રીતે આંખોમાં શમણાં.

હવામાં એ રીતે ભળી ગ્યા છે પડઘા.

બહુ ઘટના પાણી પી લીધા રસ્તે,

અમે જોઈ લીધા ઘણા છાંયા તડકા.

તમે થાકો ત્યાં ઘેર મંજિલ પધારે,

અચાનક ઘટી જાય એવીય ઘટના.

નજર નાખો ત્યાં ત્યાં કુતુહલ મળે છે,

પ્રભુ આપે આનાથી શું મોટા પરચા.

ગુરુ ઓમ એવું કહે છે જગતને,

મળ્યું છે જીવન એ જ છે મોટી ઘટના.

- ૐ ગુરુ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ