વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મમતા




ગઝલ

મમતા


જો તને સમજાય મમતા.

તો શરમ આવે ન નમતા.


કર પછી મારી સમીક્ષા,

માપ પહેલા તારી ક્ષમતા.


ક્યાં મળી મંજિલ કોઈને,

ઊંઘતા કે રમતા રમતા.


બોલવું પિરસાય ત્યારે,

માત્ર રહેવું મૌન જમતા.


ઓમગુરુ આજ ઈશ્વર,

ઘેર આવ્યા ભમતા ભમતા.

- ૐ ગુરુ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ