વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

“મારામાં જ હું”

જાતથી વેગળા જઈને જ જાતને મળી શકાય,

આ ખચોખચ જગતમાં એકાંતને મળી શકાય!


નીરસ લાગતું હો ભલે આ આખુંય જગત તમને,

મન મંદિરમાં અમન સ્થાપી ખુદમાં ભળી શકાય!


પ્રીતી, પ્રકૃત્તિ ને પ્રવુત્તિ છે ત્રણેય ભોગ્યાતિપ્રિય,

માણતાં, મહાલતાં ને જાણતાં એમાં ઢળી શકાય!


મને રંજ નથી એ વાતનો કે ન જાણી શકાયું એ,

બસ, જાણી શકાયું છે એવો ભ્રમ તો ઘળી શકાય!


રાખ વાત બંધ, મૌનમાં જ મજા છે મારા દોસ્ત,

બાંધી મુઠ્ઠીને આમ પળભરમાં જ ના તોળી શકાય!


પ્રિય, લાવ હાથમાં હાથ તારો ને લંબાવ સાથ આપણો,

‘ઝરણાં’ જાત અળગી કરીને જ સંબંધને ઘોળી શકાય!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ