વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દિલની વાત

મૂકવી હતી મનની વાત તમે ફરિયાદ સમજી બેઠા,

હજી તો ખોલ્યું એક પેજ ત્યાં ધીરજ ખોઈ બેઠા...!


લાગણી શું હોય તેની કિંમત તમે ક્યાં સમજવાના,

વાત કરું હજી દિલની ત્યાં તમે અવળું જોઈ બેઠા...!


હીરાની કિંમત શું હોય એક ઝવેરી જ પારખી શકે,

સારા માણસની ખોજમાં સારો માણસ ખોઈ બેઠા...!


તારા હાથની મહેંદીમાં હજી તો જોવું હતું મારે નામ,

પણ,હથેળીમાં નામ આવ્યા પૂર્વે તો હાથ ધોઈ બેઠા...!

વિચાર્યું હતું કે "પ્રિન્સ" સાથે જોડાશે પ્રિન્સેસનું નામ,

પણ, પ્રેમને પારકો સમજી તે કાયમ માટે ખોઈ બેઠા...!



                                     - Mr. patel🎸"prince"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ