વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ક્યાં પડી છે?

શીર્ષક :- ક્યાં પડી છે?


‍નશો એ ફૂલનો છે, બાગની ક્યાં પડી છે?

તરસ પ્યાલાની હોય, ઘડાંની ક્યાં પડી છે..


બની ઘાયલ એવા, ને ઘાવ ઝીલવા,

બેફામ બનીને જીતવાની ક્યાં પડી છે?


મરીઝ કોણ નથી અહીં, કૌન એવા?

પ્રશ્ન પૂછવા ઘેલછાની ક્યાં પડી છે?


ખુશ્બુ ફેલાઈ ગઈ ચારેતરફ જે,

એ ફૂલને અત્તરની ક્યાં પડી છે?


રજા મળી "તનુ" બોલવાની, કેમ

હવે જિંદગીમાં જગ્યાની ક્યાં પડી છે?

.


©

હર્ષા દલવાડી તનુ

જામનગર..


11માર્ચ 2022

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ