વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચકલી

એક છે ચકલીને ચાર ચાર ચકલા...           

   એનું તે કારણ શું હશે? બોલો...

             બોલો... બોલો... 


 

  ચકલીની અંદરની ચીસો તો કોઈએ ના સાંભળી, 

    મરી ગઈ'તી ચકલીઓ બધીયે પેટમાં ભાંભરી,

       ઓલ્યા દવાખાને દબાયેલા પડ્યા છે,

નેવુંના દાયકાના જૂઠા એ ચોપડાના રાઝ બધા ખોલો, 

          એનું તે કારણ શું હશે? બોલો...

             બોલો.... બોલો.... 

   

ચકલો છે વંશનો વેલો,મનમાં છે વાત એ બોદી,

   એક ચકલીએ ચકલીની ઘોર કેવી ખોદી, 

 બેઠી છે ઓરડાના એક ખૂણે રડતી કકળતી, 

પેસી ગયો છે એના રુદિયામાં પેલો ડરપોક હોલો, 

       એનું તે કારણ શું હશે? બોલો...

              બોલો.... બોલો.... 


ચકલીના મનની જો વાત કહું સાવ એક છાની, 

  એનેય અંદરખાને તો ગમતો'તો ચકલો તોફાની,

એટલે તો આજ સૌ રખડે છે ચકલાઓ ગામને ચોરે,

  ભવના છે તરસ્યાને ચકલીનો પડ્યો ભૈ રોલો,

      એનું તે કારણ શું હશે? બોલો...

              બોલો.... બોલો....


 એક છે ચકલીને ચાર ચાર ચકલા...           

   એનું તે કારણ શું હશે? બોલો...

             બોલો... બોલો... 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ