વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માતૃભાષા

માતૃભાષા

દરેકને પોતાની માતૃભાષા વહાલી હોય છે , કારણ કે આપણે જન્મથી પહેલી બોલતી વાણી એક માતૃભાષા એ જ આપેલી હોય છે. કારણ કે માણસ જન્મે ત્યારે હિન્દી કે ,ગુજરાતી કે, મરાઠી કોઈ પણ એની ભાષા હોય તો એની માતૃભાષા હોય,અને એમાંથી જ એના શબ્દો ના સૂર નીકળે છે .દરેકને માતૃભાષા પર તો ગર્વ હોવો જોઈએ. આપણી માતૃભાષા ગુજરાતી છે તો આપણે આપણી માતૃભાષા પર ગર્વ હોવો જોઈએ અને દિલથી એને સ્વીકારવી જોઈએ, પરંતુ આજના જમાનામાં દરેક લોકોને પોતાનું બાળક ઇંગલિશ બોલે એમાં વધારે રસ હોય છે, પોતાના બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાનું એમને વધારે ઘેલું લાગ્યું હોય છે, પરંતુ એવું નથી હોતું કારણકે દેશના વડાપ્રધાન ઘણો કે અર્થશાસ્ત્રી ઘણો... દરેક સરકારી સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં ભણેલા છે, છતાં પણ દેશનો વહીવટ કરી રહ્યા છે પરંતુ ખબર નહીં કેમ વિદેશી સંસ્કૃતિની અસર આપણા દેશમાં થઈ રહી છે અને એમાં ગુજરાતની વાત કરીએ તો મોટાભાગે  પોતે અંગ્રેજીમાં વાત ન કરી શકતા હોય પરંતુ પોતાના બાળકને તેઓ અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખતા હોય છે પરંતુ ખરેખર દરેકની અંદર આ ખોટી ગેરસમજ છે કારણ કે ભાષા ગમે તે હોય પરંતુ બાળક ની વિચારશક્તિ એની અનુભવ શક્તિને આધારે તેનો વિકાસ રચાય છે અને ગુજરાતી માધ્યમમાં ભણેલો બાળક  પણ ઉચ્ચ હોદ્દા પર હોય છે.દા. ત.આપણા વડાપ્રધાન.

     ગામડામાં ગુજરાતી મીડિયમમાં શિક્ષણ અપાય છે .ગામડામાંથી ઘણા બધા બાળકો ઉચ્ચ હોદ્દા પર છે, પરંતુ દરેકને મનમાં એવું છે કે સરકારી સ્કૂલમાં માતૃભાષામાં શિક્ષણ અપાય છે એટલે કે ગુજરાતી ભાષામાં થાય છે જે એમના બાળકને અનુકૂળ નહીં હોય તેવું વિચારીને તેઓ ગવર્મેન્ટ સ્કૂલ ને બદલે પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લે છે.
હું વાત કરીશ માતૃભાષાની કે જે આપણા જીવનનું એક અમૃત છે. આપણા જીવનનો ધબકાર છે. માતૃભાષા આપણી  વારસામાં મળેલી ભેટ છે. એને આપણે અધિકાર આપવો  જોઈએ .જો માતૃભાષા ને આપણે ધિક્કારીએ તો આપણી માતૃભાષાનુ અપમાન ગણાય છે આપણી માતૃભાષા એટલે કે સમુદ્રનું  અમૃત જે માતૃભાષાના કેન્દ્રમાં છે તેનું ક્ષેત્ર કહીએ તો આપણું માતૃભાષા છે .

"ઊછળતી ઊર્મિને કેન્દ્ર એટલે માતૃભાષા .
સંસ્કૃતિની ઉર્જા એટલે માતૃભાષા .
સ્વાભિમાન અને આત્મગૌરવની ઓળખાણ કરાવતી ભાષા એજ માતૃભાષા."

  અભિવ્યક્તિનું બાળપણ માતૃભાષા છે.
ઘણા મહાન વ્યક્તિઓએ માતૃભાષાના સંવર્ધન અને વિકાસ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે નવી શિક્ષણ નીતિમાં પણ માતૃભાષાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે અને તેમાં આપણા રાષ્ટ્રપિતા ગાંધીબાપુની વાત કરીએ તો તેમણે પણ કહ્યું છે કે, કોઈ પણ પ્રજાના હદયમાં માતૃભાષાનું તત્વ કાયમ રાખવું હોય તો તેમની ઉતરતી કે ચડતી બધી જ કેળવણી તેમને માતૃભાષામાં જ મળવી જોઈએ. પારકી ભાષામાં શિક્ષણ આપવાની આપણી જે ઈચ્છા છે તે ખરેખર દૂર કરવી જોઈએ.
માતૃભાષા બાળકને જન્મથી જ સમજણ આપતી હોય છે અને માતૃભાષા થકી જ બાળકમાં ચિંતન અને સમજની સીમાઓ બને છે .બાળક જ્યારે શીખવાનો પ્રારંભ કરે છે મજબૂત પાયા પર જ અન્ય વિષયોની સમજ રૂપી ઇમારતને કરે છે અને આ મૂળભૂત ભાષા એ બાળકને માતૃભાષા છે. શિક્ષણજ્યોતને સાર્વત્રિક અને સાર્વજનિક બનાવવી હોય તો શિક્ષણમાં માતૃભાષાને સ્થાન આપવું જોઈએ . સમાજમાં ભેદભાવ ની દીવાલ અટકાવવી હોય તો માતૃભાષા સ્વીકારવી. માતૃભાષા માત્ર શબ્દો પણ કરી અટકી જતી નથી પણ માતૃભાષા દ્વારા સનાતન સંસ્કૃતિનું પ્રત્યારોપણ થતું હોય છે. હું અન્ય ભાષાની
ઉપહાસ કરવા નથી માગતી.પરંતુ બાળકની માતૃભાષા ગુજરાતી હોય અને અંગ્રેજી ભાષામાં તેને શિક્ષણ આપવા આવે તો તેને માટે એક જીર્ણ રોગ સમાન ગણાય છે. કેટલાક લોકો આ વિદેશી ભાષામાં શિક્ષણ આપવાની દિશામાં ને દિશામાં માતૃભાષાના અમૂલ્ય વારસાથી અલિપ્ત થઇ રહ્યા છે .માતૃભાષા એ બાળકને પૂરતું શક્તિઓના વિકસાવવા માટેનું મહત્તમ માધ્યમ છે, માટે ખરેખર માતૃભાષાને લુપ્ત થતી અટકાવવી જોઈએ માતૃભાષાને બચાવવા નો પ્રયત્ન કરવો જોઈએ અને એ હવે સમય આવી ગયો છે જોકે પ્રયત્નો થઇ રહ્યા છે કારણ કે નવી શિક્ષણમાં હવે માતૃભાષાનો વિષય ફરજિયાત પણે દાખલ થઈ ચૂક્યો છે માતૃભાષા તો આપણી પોતીકી છે એને કેવી રીતે ભૂલાય એને લુપ્ત થતી આપણાથી ન જોઈ શકાય.
માતૃભાષા આપણને સાદ કરી રહી છે કે મને સંભાળી લો હું ભુલાઈ રહી છું મને લોકો ભૂલી રહ્યા છે. મારા માટે મારું આત્મસન્માન મહત્વનું છે મને તમે બચાવી લો .માતૃભાષા આપણને વારંવાર એવી રીતે  કહે છે... આપણે વહેલામાં વહેલી તકે માતૃભાષાની બચાવી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણા દરેકની જવાબદારી અને ફરજ છે ચાલો માતૃભાષા અને બાળકને બચાવવા એક નાનકડો સંકલ્પ કરીએ કે હું માતૃભાષાનું મહત્વ આપીશ અને મારા બાળકને પણ પ્રથમ માતૃભાષામાં જ વાત કરતા શીખે અને પછી વિદેશી ભાષા ને મહત્વ આપીશ .લાગણીશીલ અને પ્રેમની ભરપૂર મીઠી વાણીથી દરેકને પ્રેમનો એહસાસ કરાવતી ભાષા એટલે આપણી ગુજરાતી ભાષા આપણી માતૃભાષા.
આભાર
ભાનુબેન બી પ્રજાપતિ "સરિતા"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ