વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાળગીત

ભમરડો રે ભમરડો

કેવા રંગનો ભમરડો

લાલ પીળો ભમરડો.


ભમરડો રે ભમરડો

કોની પાસે ભમરડો

મીનુ પાસે ભમરડો.


ભમરડો રે ભમરડો

કોણ ફેરવે ભમરડો

જીગુ ફેરવે ભમરડો.


ભમરડો રે ભમરડો

કેમ ફરે ભમરડો

દોરી એ ફરે ભમરડો.


ભમરડો રે ભમરડો

શાંતિ થી ફરે ભમરડો

ના રે ના...... ના રે ના.......

તતડિયો ફરે ભમરડો.


ભમરડો રે ભમરડો

ગુલાંટ ખાય ભમરડો

અણીદાર ભમરડો.



ભમરડો રે ભમરડો

કેવા રંગનો ભમરડો

લાલ પીળો ભમરડો.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ