વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઝાડવા

છાંયડાઓ આપવા એ ખુદ તપે છે

માનવીને ઝાડવા તો પણ નડે છે...!


આંખ ઊપર નેજવું હાથોનું ધર, જો,

ઝૂકીને આકાશ ધરતીને અડે છે.


ને ભરમમાં તો હતો હું છેક સુધી,

કે, પડે છે તે વખત સઘળું પડે છે


આ સુરજ વાદળ તળે છુપી જવાનો

માનવી ખુદ આગમાં તપતો જ જશે


જુઠ બોલીને સફળ લોકો થતા હશે,

પણ, સલિલ, એ જૂઠ તો અંતે નડે છે.



રાજુ નાગર "સલિલ"




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ