વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માં

"માં" એટલે દુનિયા નું સૌથી પ્રેમાળ વ્યક્તિ કે જે નવ મહિના બાળક ને પેટ માં રાખીને કેટલાય દુઃખો સહન કરીને એક બાળક ને જન્મ આપતી હોય છે અને જો બાળકો ને કાઈ પણ થાય તો માં આખી રાત નીંદર કર્યા વગર એના બાળક ની બાજુ માં સેવા કરીને જાગી ને આખી રાત કાઢી નાખતી હોઈ છે અને જ્યાં સુધી બાળક ને સારું ના થઈ જાય ત્યાં સુધી મા "માં"કેટલાય ભગવાન ને પ્રાર્થના (માનતા) કરતી હોય છે

ભગવાન ને કહેતી હોઈ છે કે જો મારો દીકરો કે દીકરી ને સારું થઈ જશે તો હું મંદિરે આવી ને પ્રસાદી ચડાવીશ ને પગમાં ચપ્પલ પેર્યા વગર ચાલી ને હું ત્યાં મંદિરે આવીશ ને આવી ઘણી બધી પ્રકાર ની પ્રાર્થના કરતી હોય છે પછી જેવું દીકરા અથવા દીકરી ને સારું થાય એટલે તરત પગમાં ચપ્પલ પેર્યા વગર ત્યાં મંદિરે ચાલી ને જાય છે અને પ્રસાદી ચડાવી ને ભગવાન ને કહેતી હોઈ છે કે ભગવાન તમે મારી પ્રાર્થના

સાંભળી એટલે હું જે પ્રાર્થના કરી હતી તે પુરી કરવા માટે આવી છું અને પછી જ માં પગમાં ચપ્પલ પેરે છે અથવા જે પ્રાર્થના કરી હોય તે પુરી કર્યા બાદ જ એ કામ કરતી હોય છે એટલે દુનિયા માં છે ને "માં" શબ્દ ની કિંમત કોઈ નથી ચૂકવી શકતું માં એ જેટલા દુઃખો સહન કરી ને મોટા કર્યા હોય ને એટલે આજે આપડે દુઃખો સહન નથી કરવા પડતા અને આપડે સવાર ના નાસ્તા થી માંડી ને રાત ના જમવા અને સુતા સુધી નું ધ્યાન "માં" રાખતી હોઈ છે એટલે દુઃખ ના પોહચડશો કોઈ દિવસ અને આપના પપ્પા જે કોઈ દિવસ સારા કપડાં કે સારા ચપ્પલ નથી નથી પેરતા કે નથી સારું જમતા પણ

આપણી જીદ સામે એ બાપ હારીને આપણી બધી જ સગવડો નું ધ્યાન રાખતા હોય છે પછી તે સ્કૂલ ફી હોઈ કે સ્કૂલ યુનિફોર્મ હોઈ કે તહેવાર માં જેમ કે મીઠાઈ અને દિવાળી માં ફટાકડા કે પછી હોળી માં પિચકારી કલર અને નવા કપડાં બુટ લઈ આપે છે અને ખુદ જુના કપડાં પહેરી ને કે જુના બુટ પહેરીને તહેવાર મનાવે છે એના દિલ માં પણ ઘણા શોખ હશે

પણ એક દીકરા દીકરી માટે બધું જ કુરબાન કરી નાખે છે પોતાના શોખ ને દુનિયા માં બીજા કોઈ ને નહીં પણ "માં-બાપ "ને કોઈ દિવસ દુઃખી ના કરતા ઘણી જગ્યા એ એવું બને છે કે "માં-બાપ" ને અનાથ ની જેમ રડતા રસ્તા માં છોડી ને અથવા અનાથ આશ્રમ માં છોડી દેતા હોય છે પણ જો તમે નાના હતા ત્યારે એ જ "માં બાપે" એવું તમારા માટે વિચાર્યું હોત તો કે આપડે આને અનાથ આશ્રમ માં મૂકી દઈએ દીકરા ને કે દીકરી 


ને તો પણ ના એ માં-બાપ ના કાળજા ના કટકા હોવ છો તમે નાના હોઈ ત્યારે અને મોટા થયા પછી એ જ "માં બાપ" ના સપના ના કટકા કરી નાખો છો "માં-બાપ" ના મન માં એમ હોઈ છે કે આપણો દીકરો આપણો સહારો બનશે પણ એના મોટા થયા પછી તો "માં-બાપ" ના સપના ના કટકા કરી નાખતો હોઈ છે પણ એ વ્યક્તિ વિચારે છે મોટા થયા પછી કે મારા "માં-બાપ" એ મારા સપના પુરા કર્યા તો કેવી રીતે કેટલી કઠણ

પરિસ્થિતિમાં માં પુરા કર્યા છે એમ કોઈ દિવસ "માં-બાપ" ને ઘર માં થી કાઢતી વખતે વિચાર્યું છે તમે કે "માં-બાપ" ના દિલ માં એ વખત શુ વીતી હશે કેટલી માનતાઓ કેટલી બાધાઓ રાખી છે તમારા માટે ને તમે એને કચરા ની જેમ બહાર કાઢી નાંખો છો રસ્તા માં રખડતા અનાથ કરી નાખો છો આવું ના કરો અને દિમાગ થી નહીં પણ દિલ થી વિચારજો તો જ સમજાશે.


નોંધ:-આ અમુક વાક્યો,શબ્દો બધા માટે નથી જે વ્યક્તિ ઓ આવું કરે છે એની માટે એક મેસેજ છે કે આવું ના કરો એવી મારી નમ્ર વિનંતી છે

ગોહિલ વિરમદેવસિંહ ડી (બપાડા)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ