વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મુખોટો

મારા મુખોટામાં એક નહીં હજાર રંગ મળે. 

સાક્ષાત થાય એ એમ, જ્યારે જેવો સંગ મળે.

ભલે રંગમંચ આ જિંદગી કહેવાતી હશે,

નચાવનાર સંબંધોના, હાથ અહીં તંગ મળે. 

ઉતારી દઉં ક્યારેક સઘળાં કિરદાર તો, 

ખુદનું અક્સ જોઈ મારી જ આંખો દંગ મળે. 

કે બની ગઈ છું હું એવી અદાકારા જે, 

ખુદને પણ જો મળે, તો મુખોટાની સંગ મળે.

ઈચ્છાઓ, માંગણી, મન અને લાગણી, 

છેતરું જાતને પણ, સાથે મૌન અભંગ મળે!

આખરે હું જ કિરદાર, હું મુખોટો ને હું જ રંગમંચ! 

કલાકારી દુનિયામાં જાણે સૌ ત્રિભંગ મળે.


રચનાકાર: હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ'

સ્પેશ્યલ ટચ: જાગૃતિ 'ઝંખના"મીરાં '

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ