વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વસંત વાયુ વાયો

આજે વસંત વાયુ વાયો,

દિશ દિશ વસંત વાયુ વાયો,

પુષ્પ-પતંગે વાયુ વાયો,

               આજે વસંત. . . વાયુ વાયો.

ઠંડી ઉડી,વસંત વાયો,

ફૂલ-પાંદડે, પતંગતાલે વાયો,

આજ આનંદ અનેરો લાવ્યો,

             આજે વસંત..... વાયુ વાયો.

પાનખરે સુક્કા સુક્કા,ફૂટે કૂંણા કૂંણા,

મ્હોર ચૈત્રનો,લચે લીમડા ઝૂલે ઝુલા,

ચોમેર કેસુડાનો છવાયો,

            આજે વસંત વાયુ વાયો....વસંત....

            

   કાન્તિલાલ એમ શર્મા    ગાંધીનગર .M.*9426624491.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ