વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિટંબણા

"જુઓ આજ થી તમારે રોજ બે કલાક સવારે ચાલવાનું છે. સવારે દૂધીનો સૂપ પીવાનો છે. તીખું, તળેલું, બહારનું, ફાસ્ટફૂડ બધુ બંધ". આનલ એક શ્વાસે બોલ્યા કરતી હતી. 

" જો હવે ધ્યાન નથી આપ્યું તો બાયપાસ કરવું પડશે. બાજુવાળા કાકાને હમણાં જ કરાવ્યુ. વજન ઉતારી નાખવું પડશે. ખાંડ બંધ." 

અનુપ આ બધુ એક ધ્યાનથી ટેન્શનમાં  સાંભળતો હતો. 

"ચા પણ બંધ."

અનુપના ધેર્યનો પરપોટો ફૂટ્યો. "બસ આનલ.... બહુ થયું મને કોલેસ્ટ્રોલ આવ્યો છે. હું કઈ આઇસીયુ માં નથી."

આ નિત્યકર્મ રોજ નો થઈ ગયો.

અનુપ અને આનલ જ્યારથી ડોક્ટરે રિપોર્ટનું એનાલિસિસ કર્યું ત્યારથી  ટેન્શનમાં રહેવા લાગ્યાં. ઘરમાં બધુ જ હતું પણ શાંતિ ન હતી.

આ જ કારણે બંનેએ સાયકટ્રિસની દવા પણ ચાલુ કરી દીધી હતી. ડોક્ટરને બતાવી પાર્ક કરેલ ગાડી પાસે પહોચ્યા ત્યાં વોચમેન ને જોઈ ચકરવે ચડી ગયા.

અનુપે તેને પૂછ્યું "ઉમર શું છે?" 

55 વર્ષ

"કોઈ બીમારી?"

હા બીપી, કોલેસ્ટ્રોલ, ડિયાબિટીસ.. ....પથરી....

વજન?

115 કિલો. 

કેટલા વર્ષથી?

15 વર્ષથી.... 

ઘરે આવી આનલે અનુપ માટે ગરમા ગરમ ભજીયા બનાવ્યા. 

અનુપ અને આનલે આજે છ મહિને શાંતિનો ઓડકાર લીધો.

 

 

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ